શિવસેના પક્ષ અને ધનુષ અને તીરનું પ્રતીક શિંદે જૂથને મળ્યા બાદ હવે શિંદે જૂથ માટે મહત્વના સમાચાર છે. રાજ્યમાં વિધાન ભવનમાં વિધાયક દળનું કાર્યાલય સંભાળ્યા બાદ શિંદે જૂથે હવે સંસદમાં વિધાયક દળનું કાર્યાલય પણ પોતાના નિયંત્રણમાં લઇ લીધું છે. શિંદે જૂથના જૂથ નેતા રાહુલ શેવાળેએ સંસદમાં શિવસેનાનું કાર્યાલય મેળવવા માટે કેન્દ્રીય સચિવાલયને પત્ર આપ્યો હતો. હવે તે શિંદે જૂથના નિયંત્રણમાં આવી ગયું છે, એવી માહિતી લોકસભા સચિવાલયે મંગળવારે આપી હતી . સોમવારે, ચૂંટણી પંચ (EC) એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપ્યાના ત્રણ દિવસ પછી, જૂથે મહારાષ્ટ્ર વિધાનસભા બિલ્ડિંગમાં પાર્ટી કાર્યાલય પર કબજો મેળવી લીધો હતો , જે અત્યાર સુધી શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે. ના નિયંત્રણમાં હતું