મુંબઇ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સિરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા વનડેમાં પણ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. મુંબઈ વનડેમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.
જ્યારે પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચ બપોરે ૧:૩૦ વાગ્યે
શરૂ થશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. ભારત અને કાંગારૂઓ આ મેદાન પર ત્રણ વન-ડે મેચ રમ્યા છે જેમાં ભારતને એક જ મેચમાં જીત મળી છે.
ટીમ ઈન્ડિયા પોતાના ખરાબ રેકોર્ડને સુધારવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ધરતી પર પાંચ વન-ડે શ્રેણી જીતી છે અને એટલી જ સિરીઝમાં જીતવામાં ભારતને સફળતા પણ મળી છે. ભારતમાં બંને દેશો વચ્ચે ૨૦૧૯-૨૦માં રમાયેલી છેલ્લી વન-ડે શ્રેણી ચોક્કસપણે ટીમ ઈન્ડિયાએ ૨-૧થી જીતી હતી, પરંતુ ભારતમાં ૨૦૧૮-૧૯ની શ્રેણી ઓસ્ટ્રેલિયાએ ૩-૨થી જીતી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી તમામ વન-ડે મેચના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં ૧૪૩ મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ૮૦ મેચ જીતી છે અને ભારતે ૫૩ મેચ જીતી છે. જ્યારે ૧૦ વન-ડે મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને વન-ડે ક્રિકેટના એક્સપર્ટ ક્રિકેટરો ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા, મિશેલ માર્શને ટીમમાં સામેલ કર્યા છે. આઈપીએલમાં રમવાના કારણે આ તમામ ભારતીય પીચોથી સારી રીતે વાકેફ છે. ઉ