ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાવાની છે. ભાજપે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ત્રણ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. અગાઉ તેઓ કરણી સેના સાથે પણ જોડાયેલા હતા. રીવાબા જાડેજા મૂળ રાજકોટના છે. તેના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન છે. રીવાબા આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, રાજકોટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે. તેમણે યુપીએસસીની તૈયારી પણ કરી હતી.
રીવાબા જાડેજા તેમનો મોટાભાગનો સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. તેઓ રાજકોટમાં ‘જડ્ડુસ ફૂડ ફિલ્ડ’ રેસ્ટોરન્ટ પણ ચલાવે છે.
આ પહેલા તેઓ કરણી સેનાના મહિલા મોરચાની અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રીવાબાએ વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.