જમ્મુ ડિવિઝનના રાજોરી જિલ્લામાં વહેલી સવારે થયેલા ગોળીબારમાં બે સ્થાનિક નાગરિકોના મોત થયા હતા. જે બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નાગરીકોના મોતના સમાચાર ફેલાતા જ લોકો જમ્મુ-રાજોરી હાઈવે પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. લોકોના કહ્યા પ્રમાણે ભારતીય સેનાએ આ હત્યાઓ કરી છે.મૃતકોની ઓળખ કમલ કિશોર અને સુરિન્દર કુમાર તરીકે થઈ છે, જે બંને સ્થાનિક છે.
સ્થાનિકોનો આરોપ છે કે સેનાના ગોળીબારમાં કથિત રીતે બે નાગરિકોના મોત થયા છે. આ અંગે સુત્રોચ્ચાર કરતા લોકોએ એ હાઈવે બ્લોક કર્યો હતો. લોકોનું કહેવું છે કે આ મામલાની તપાસ થવી જોઈએ અને FIR નોંધવી જોઈએ. આ સાથે મૃતકોના પરિવારને 10-10 લાખનું વળતર, તેમના સંબંધીઓને નોકરી, બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે.
દરમિયાન સેના દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે શુક્રવારે વહેલી સવારે રાજૌરીમાં સૈન્ય હોસ્પિટલ નજીક અજાણ્યા આતંકવાદીઓ દ્વારા ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. પોલીસ, સુરક્ષા દળો અને નાગરિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
In an early morning firing incident by unidentified terrorists at Rajauri near Military Hospital, there has been fatal casualty of two individuals. The Police, security forces and civil administration officials are on the site.@NorthernComd_IA
— White Knight Corps (@Whiteknight_IA) December 16, 2022
“>