આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ બેંગ્લોરથી કુપ્પમ થઈને યશવંતપુર જઈ રહેલી બેંગ્લોર-હાવડા એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં આગ લાગી હતી, જેના કારણે ટ્રેન કુપ્પમ રેલવે સ્ટેશન પર રોકાઈ ગઈ હતી. મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને ડરીને બહાર દોડી ગયા હતા. આગની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રેલ્વે સ્ટાફે આગને કાબુમાં લઈ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું હતું. કોઈ જાનહાનિ ન થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બ્રેક બ્લોકના ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેના કારણે બ્રેક બાઈન્ડીંગ અને ધુમાડો જોવા મળ્યો હતો. રેલવે અધિકારીઓનું કહેવું છે કે કોઈને ઈજા થઈ નથી અને અકસ્માતના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણ વિગતો હજુ જાણવાની બાકી છે