દક્ષિણ મુંબઈમાં લોકપ્રિય ફેશન સટ્રીટ પર બપોરે ભયંકર આગ લાગી હતી, પરિણામે ઓછામાં ઓછી 10 દુકાનો આગની ચપેટમાં આવી હતી. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાનું કામ હાથ ધર્યું હતું. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એક દુકાનમાં અચાનક બપોરે એક વાગ્યે આગ ફાટી નીકળી હતી અને પળવારમાં આસપાસની દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળે ફાયક બ્રિગેડના છ એન્જિન પહોંચ્યા હતાં અને 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદ્નનસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ ન હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું.