ઘણીવાર તેના ડ્રેસિંગ સેન્સને લઈને વિવાદોમાં ઘેરાતી ઉર્ફી જાવેદને કોઈ અલગ ઓળખની જરૂર નથી. અત્યારે સોશિયલ મીડિયાના ટોપ સેન્સેશનમાં ઉર્ફી જાવેદનું નામ સામેલ છે. ઉર્ફી જાવેદનું નામ તેની અસામાન્ય ડ્રેસિંગ સેન્સને કારણે સતત હેડલાઇન્સમાં રહે છે. પરંતુ હાલમાં ઉર્ફી જાવેદ પ્રખ્યાત ફિલ્મ લેખક અને કવિ જાવેદ અખ્તર સાથેની મુલાકાતને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન ઉર્ફીએ જાવેદ અખ્તર સાથેની લેટેસ્ટ તસવીર પણ શેર કરી છે.
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો ઉર્ફી જાવેદને જાવેદ અખ્તરની પૌત્રી કહે છે. જેનો ઉર્ફી જાવેદ ઘણી વખત ઈનકાર કરી ચૂકી છે. દરમિયાન, રવિવારે સવારે ઉર્ફી જાવેદે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં જાવેદ અખ્તર સાથેનો લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો. આ તસવીર સાથે કેપ્શન આપતા ઉર્ફીએ હસતા ઇમોજી સાથે લખ્યું કે- ‘આખરે મને મારા દાદા મળી ગયા.
ઉર્ફી જાવેદે આ ફોટા અને કેપ્શન સાથે મજાકીયા અંદાજમાં દાદાજી લખ્યું છે. હકીકતમાં ઉર્ફીએ તેને જાવેદ અખ્તરની પૌત્રી કહેનારાઓ પર આ ટોણો કસ્યો છે. ઉર્ફી જાવેદની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.