Homeમેટિનીસુપ્રીમો અમિતાભ બચ્ચન

સુપ્રીમો અમિતાભ બચ્ચન

ફિલ્મનામા – નરેશ શાહ

કેટલાંક પ્રસંગો, કેટલીક વાતો હંમેશાં એવી હોય છે, જે નજર સામે તો આવે પણ તેની યુનિકનેસ તરત નજરે ન ચઢે. શક્ય તો એ પણ છે કે કદાચ, આજીવન તે નજરઅંદાઝ રહે. દાખલા તરીકે, આપણે સુપરસ્ટાર – અમિતાભ બચ્ચનની જ વાત કરીએ. તેના વિષ્ો કશુંય અજાણ્યું હોય તેવું આપણને લાગતું નથી. આજની જનરેશન તો એ વાતની ખબર જ નથી કે એક જમાનામાં ટારઝન, સુપરમેન, મૈન્ડ્રેકની જેમ અમિતાભ બચ્ચન પર દર મહિને કોમિક્સ બુક પ્રસિદ્ધ થતી હતી, જેમાં સુપરહીરો બનતા અમિતાભ બચ્ચનનું નામ હતું : સુપ્રીમો.
૧૯૮૦નો દશકો અમિતાભ બચ્ચનના સુપર સ્ટારડમનો હતો. એકથી પાંચ નંબર પર બચ્ચનદાદા જ મુકાતા. એ વખત મૂવી મેગેઝિનની સંપાદક પમ્મી બક્ષ્ાીને વિચાર આવ્યો કે એંગ્રી યંગમેનને સુપર હીરો તરીકે લોન્ચ કરતી કોમિક્સ બુક્સ બનવી જોઈએ. આમ પણ ‘મી. નટવરલાલ’ ફિલ્મનું (આઓ બચ્ચો, આજ તુમ્હે એક કહાની સુનાતા હું મેં) બચ્ચનદાદાએ ગાયેલું ગીત બાળકોમાં હાલરડાં જેવું લોકપ્રિય થયું હતું.
પમ્મી બક્ષ્ાીના આ વિચારને ઈન્ડિયા બુક હાઉસ પ્રાઈવેટ લિમિટેડ નામના પ્રકાશન હાઉસે વધાવી લીધું. તેઓ સ્ટાર કોમિક્સ હેઠળ ત્યારે બીજા કોમિક્સ પ્રગટ કરતાં જ હતા. અમિતાભને સુપ્રીમો નામ આપીને તેની દર મહિને કોમિક્સ બુક છાપવાનું શરૂ થયું (લગભગ એ બે વર્ષ્ા ચાલેલું) ત્યારે દરેક બુકમાં નવી વાર્તા – પટકથા પણ જોઈએ. આ વાર્તા – પટકથાના પરામર્શદાતા તરીકે ફિલ્મકાર – ગીતકાર ગુલઝાર સાહેબને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આ સુપ્રીમો નામ પણ ‘પુકાર’ના શૂટિંગ વખતે જ અનાયાસે મળી ગયું હતું. આ ફિલ્મનું શૂટિંગ ગોવામાં થયું હતું. તેમાં રણધીર કપૂર પણ હતા. લોકેશન પર જેવા અમિતાભ બચ્ચન આવતા કે હો-દેકારો કરતાં લોકો (અમિતાભ બચ્ચનને જોવા) એકદમ શાંત થઈ જતાં એટલે રણધીર કપૂર બોલતા : લો, સુપ્રીમો આ ગયે.
એ સુપ્રીમો સંબોધનને પછીથી સુપર હીરો બનતા અમિતાભ બચ્ચનનું નામ આપી દેવામાં આવ્યું. એક ફિલ્મ અભિનેતા પર કોમિક્સ બુક બને એ કદાચ, બોલીવૂડની પ્રથમ (અને કદાચ, એકમાત્ર) ઘટના પણ બચ્ચનદાદાના નામે ચડેલી છે, એ આજની સ્માર્ટ ફોન-જનરેશનને તો ખબર જ નથી.
આ આખી સિરીઝને ‘ધ એન્ડવેન્ચર ઓફ અમિતાભ બચ્ચન’ નામ આપવામાં આવ્યું હતું. અંગે્રજી ઉપરાંત હિન્દીમાં છપાતી સુપ્રીમો કોમિક્સ પર લખાતું : કિસ્સે અમિતાભ કે.
લગે હાથો એક ઔર કિસ્સો પણ અમિતાભ બચ્ચન સાથે સંકળાયેલો છે, એ પણ જાણી લો : એકમાત્ર અમિતાભ બચ્ચન જ એવા અદાકાર છે કે જેમનું એક જ ફિલ્મનું દૃશ્ય બે ફિલ્મમાં વાપરવામાં આવ્યું હોય. બેશક, એની અમલવારીના વિચારનો જશ ડિરેકટર ૠષ્ાિકેશ મુખરજીને આપવો રહ્યો.
હુઆ કુછ યું થા કી – ૠષ્ાિકેશ મુખરજીની બે ફિલ્મો ‘ગોલમાલ’ અને ‘જુર્માના’ ફિલ્મનું શૂટિંગ સાથે જ ચાલતું હતું અને એ દિવસોમાં તો એક જ સ્ટૂડિયોમાં ચાલતું હતું.
ૠષ્ાિકેશ મુખરજીએ ચાતુરી વાપરીને સેટ પર ઉપસ્થિત અમિતાભ બચ્ચનના ‘જુર્માના’ના દૃશ્યને ‘ગોલમાલ’ ફિલ્મમાં પણ વાપર્યો હતો.
‘ગોલમાલ’ની વાર્તા મુજબ બોસના આગ્રહથી ફસાયેલો અમોલ પાલેકર એડવાઈઝ લેવા માટે પોતાના અભિનેતા – મિત્ર દેવેન વર્માને મળવા સ્ટૂડિયોમાં જાય છે. જયાં અમિતાભ બચ્ચન ‘જુર્માના’નું શૂટિંગ કરી રહ્યા છે. શોટ આપીને એ બહાર નીકળે છે ત્યારે દેવેન વર્મા તેને પૂછે છે : હાય હીરો, ક્સિ કી નૌકરી કર રહા હૈ?
અમિતાભ : હા યાર… જુર્માના
અભિ તક કમ્પલીટ નહીં હૂઈ ?
નહીં યાર કહીને અમિતાભ બચ્ચન કૉલેજની યુવતીઓને ઓટોગ્રાફ દેવા ચાલ્યા જાય છે પણ આ પહેલાંનો
અમિતાભનો શોટ ‘ગોલમાલ’ અને ‘જુર્માના’ બન્ને ફિલ્મમાં તમને જોવા મળશે. આવો પ્રયોગ ૠષ્ાિકેશ મુખરજી જ કરી શકે એટલે જ બધા એકટર તેમના કહેવા પ્રમાણે, કામ કરવા તૈયાર થઈ જતાં.
‘ગોલમાલ’ ફિલ્મના ટાઈટલ સોંગમાં એટલે જ આપણને
હાથમાં ઝાડુ લઈને બેઠેલો અમિતાભ બચ્ચન પણ જોવા મળી શક્યો છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -