Homeઆમચી મુંબઈપત્ની પર કાર ચઢાવી દેવાના ગુનામાં ફિલ્મ નિર્માતા કમલ કિશોરની ધરપકડ

પત્ની પર કાર ચઢાવી દેવાના ગુનામાં ફિલ્મ નિર્માતા કમલ કિશોરની ધરપકડ

ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની કથિત રીતે તેની પત્નીને કારથી ટક્કર મારતો દર્શાવતો વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.. તેની પત્ની દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અંધેરીમાં તેમના રહેણાંક મકાનના પાર્કિંગમાં તેની પત્નીના પગ પર કાર ચઢાવી દઇ પગમાં ઇજા પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમની પત્નીએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ નિર્માતા પતિએ તેમને કાર વડે ટક્કર મારી હતી. આ કથિત ઘટના 19 ઓક્ટોબરે અંધેરી (વેસ્ટ)માં દંપતીના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બની હતી, જ્યારે મિશ્રાની પત્નીએ તેમને પાર્કિંગ લોટમાં કારની અંદર અન્ય મહિલા સાથે ઇશ્ક ફરમાવતા જોયા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના 19 ઓક્ટોબરના રોજ બની હતી. કિશોરની પત્નીએ અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ, આ ઘટનાના CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા હતા જેમાં મિશ્રાની પત્નીને ઈજા થઈ હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ) અને 338 (ગંભીર ઇજા) હેઠળ કમલ કિશોર મિશ્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર, ઘટનાના દિવસે પીડિતા યાસ્મીન તેના પતિને શોધવા પાર્કિંગમાં ગઈ હતી. તેણે કારમાં મિશ્રાને અન્ય મહિલા સાથે જોયો હતો. તેણે કારની વિન્ડો સ્ક્રીન પર નોક કરીને વિન્ડો ખોલવા જણાવ્યું હતું. સ્પષ્ટ રીતે જ તેનો ઇરાદો પતિના છાનગપતિયા સામે અવાજ ઉઠાવવાનો હતો, પરંતુ મિશ્રાએ ગાડીની વિન્ડો નહોતી ખોલી અને કારને સ્ટાર્ટ કરી દીધી હતી, જેના કારણે યાસ્મીનના પગ પર કાર ચઢી ગઇ હતી અને તે પડી ગઇ હતી.


યાસ્મીનનો આરોપ છે કે કમલ કિશોર પોતાની સંપત્તિ વિશે મોટી મોટી વાતો કહીને નવી છોકરીઓને પોતાની જાળમાં ફસાવે છે. તેણે આવી અનેક યુવતીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. યાસ્મિને કહ્યું કે તેણે 6 માર્ચે આયેશા સુપ્રિયા મેનન નામની મૉડલ સાથે લગ્ન કર્યા અને તેને ત્રણ વાર તલાક-તલાક-છૂટાછેડા કહીને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેના પર કાર ચઢાવતી વખતે મિશ્રાએ તેમના 9 વર્ષના લગ્નજીવન અંગે પણ પળવારનો વિચાર નહોતો કર્યો

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -