Homeદેશ વિદેશએફઆઇઆઇની વેચવાલી જારી: વિશ્ર્વબજારમાં તેજી હોવા છતાં સેન્સેક્સ ૩૮૯ પોઇન્ટ ગબડ્યો

એફઆઇઆઇની વેચવાલી જારી: વિશ્ર્વબજારમાં તેજી હોવા છતાં સેન્સેક્સ ૩૮૯ પોઇન્ટ ગબડ્યો

મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત છતાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને એફઆઇઆઇની એકધારી વેચવાલીથી ખરડાયેલા માનસ વચ્ચે આઇટી, ટેકનોલોજી અને એનર્જી સ્ટોક્સની આગેવાનીએ વેચવાલી વધી જતાં સેન્સેક્સ લગભગ ૩૯૦ પોઇન્ટ નીચી સપાટીએ સરક્યો હતો. સેન્સેક્સ મજબૂત સપાટીએ ખૂલ્યો હતો પરંતુ અંતે ૩૮૯.૦૧ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકાના ઘટાડા સાથે ૬૨,૧૮૧.૬૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૧૨.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૬૧ ટકાના ઘટાડા સાથે ૧૮,૪૯૬.૬૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
એચસીએલ ટેકનોલોજી ૬.૭૨ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. અન્યે વધનારા અગ્રણી શેરોમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીેસ અને રિલાયન્સનો સમાવેશ હતો. ઓટોમોબાઇલ ડીલરશિપ ચેઇન લેન્ડમાર્ક કાર્સ લિમિટેડે રૂ. ૪૮૧ – ૫૦૬ નક્કી કરી છે. કંપની રૂ. ૫૫૨ કરોડનો આઇપીઓ ૧૩મી ડિસેમ્બરે મૂડીબજારમાં લાવશે. ભરણું ૧૫મીએ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ ૧૨મીએ ખૂલશે. મિનિમમ બિડ લોટ ૨૯ શેરનો છે. ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો રૂ. ૧૫૦ કરોડનો અને ઓફર ફોર સેલનો હિસ્સો રૂ. ૪૦૨ કરોડનો છે. કોર્પોરેટ ક્ષેની પર્યાવરણ જાગરૂકતા પ્રવૃત્તિ અંતર્ગત વાઇન અને સ્પિરિટ ઇન્ડસ્ટ્રીઝમાં લીડર ગણાતી પેરનોડ રિકાર્ડ ઇન્ડિયાએ ઉદ્યોગની નવી પહેલમાં વન ફોર વન પ્લેનેટ નામે શરૂ કરેલી ઝૂંબેશમાં તેની તમામ પ્રોડક્ટના પેકેજિંગમાંથી મોનોકાર્ટન કાયમી ધોરણે ધૂર કરવાની નેમ જાહેર કરી છે અને જૂન ૨૦૨૩ સુધીમાં મોનોકાટ૪ન્થી ૧૦૦ ટકા મુક્તિનો લક્ષ્યાંક જાહેર કર્યો છે.
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિ-બિલિટી અંતર્ગત જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ ઍવોર્ડ્સની ૪૪મી આવૃત્તિમાં માનવતાવાદી અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં દ્રષ્ટાંતરૂપ પ્રયાસો માટે મુખ્ય અતિથિ અને જાણીતા વૈજ્ઞાનિક ડો. રઘુનાથ માશેલકર, શેખર બજાજ, જમનાલાલ બજાજ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ટ્રસ્ટી મંડળ, ફાઉન્ડેશનના સલાહકાર પરિષદના સભ્યો અને સંસ્થાના સભ્યોની હાજરીમાં ચાર પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. માશેલકર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. દરયિમાન વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં અત્યારે ગ્લોબલ ઇકોનોમી ધીમી પડવાની અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની ભીતિ વર્તાઇ રહી છે.
વ્યાપક બજારમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ એકાદ ટકા સુધીની નરમાઇ જોવા મળી હતી. ભારતના ટોચના ઉદ્યોગપતિઓ સહિતના સ્કૂલના એડવાઇઝરી બોર્ડના સભ્યોને મળવા યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની વાઇટર્બી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના ડીન યાન્નીસ યોર્તસોસે ટ્રેડ અને એકેડેમિક મિશન માટે ભારતની ત્રણ દિવસની મુલાકત લીધી હતી. નેસલે ઇન્ડિયા ટાઇટન, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ, ઇન્ડસઇન્ડ બેન્ક અને આઇટીસી ટોપ ગેઇનર બન્યા હતા. સેક્ટર દીઠ આઇટી, મેટલ અને ટેકનોલોજી ઇન્ડેક્સમાં ૨.૯૮ ટકા સુધીની પીછેહઠ જોવા મળી હતી. જ્યારે હેલ્થકેર અને બેન્કેક્સમાં સુધારો જોવા મળ્યો હતો.
અમેરિકાની બજારોમાં તેજી રહી હોવાથી એશિયાઇ બજારોમાં ટોકિયો, હાંગકોંગ, શાંઘાઇ અને સિઓલના શેરબજારમાં પોઝિટીવ પરિણામ જોવા મળ્યાં હતાં અને યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર સુધીમાં સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૧૧૩૧.૬૭ કરોડના શેરની વેચવાલી નોંધાવી હતી. આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૫ ટકાના વધારા સાથે બેરલદીઠ ૭૬.૧૯ ડોલર બોલાયું હતું. એમ્ફીના ડેટા અનુસાર એસઆઇપીમાં ઇન્ફ્લો નવેમ્બરમાં રૂ. ૧૩,૩૦૬ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. જોકે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ફલો ૭૬ ટકાના કડાકા સાથે રૂ. ૨૨૫૮ કરોડ નોંધાયો હતો જે આગલા મહિનામાં રૂ. ૯૩૯૦ કરોડ હતો. સેન્સેક્સની ૧૨ કંપનીઓ વધી હતી અને ૧૮ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૮૭.૬૭ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૮૯.૭૧ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૬૦ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૫૯ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૪૫ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૧.૦૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૬૦ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૬૩ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૬૫ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૬૨ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૧ ટકા ઘટ્યો હતો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૩૮ ટકા વધ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી ૦.૭૧ ટકા, હેલ્થકેર ૦.૧૫ ટકા, બેન્કેક્સ ૦.૦૯ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૩ ટકા વધ્યા હતા, જ્યારે કોમોડિટીઝ ૧.૦૦ ટકા, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી ૦.૩૦ ટકા, એનર્જી ૧.૧૧ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૧૨ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૬૩ ટકા, આઈટી ૨.૯૮ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૧૫ ટકા, યૂટિલિટીઝ ૧.૦૫ ટકા, ઓટો ૦.૦૪ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૬૫ ટકા, મેટલ ૧.૧૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૮૯ ટકા, પાવર ૦.૯૩ ટકા, રિયલ્ટી ૧.૫૪ ટકા, ટેક ૨.૪૬ ટકા અને સર્વિસીસ ૦.૮૦ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૮ કંપનીઓમાંથી ૬ કંપનીઓને ઉપલી સર્કીટ અને ૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -