કતારઃ અહીંયા 20મી નવેમ્બરથી શરૂ થયેલા ફૂટબોલ વર્લ્ડકપમાં આજે નોરા ફતેહી પોતાના શાનદાર ડાન્સથી ધૂમ મચાવશે. આ શો માટે નોરાએ જોરદાર તૈયારીઓ કરી છે અને તેના માટે ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી છે. અહીંના સ્ટેડિયમમાં નોરા ફતેહીને કતાર વર્લ્ડકપના સત્તાવાર ગીત લાઈટ ધ સ્કાયની ધૂન પર ગાતી અને ડાન્સ કરતી જોવા મળશે અને એનો વિડિયો વાઈરલ થયો હતો.
અગાઉ નોરાએ કહ્યું હતું કે ફિફા ફેન ફેસ્ટિવલ એક અમેઝિંગ એક્સપિરિન્સ થયો છે. દુનિયાભરના ચાહકોને ખાસ કરીને અરેબિયન કલ્ચર સાથે પરિચય કરાવશે, જે મારી લાઈફનો પણ ભાગ છે. આપણે બધા મળીને એક શાનદાર ફૂટબોલ પાર્ટી મનાવી શકીશું. અમારી ટીમ એક ઐતિહાસિક પરફોર્મન્સ આપવા માટે ઘણા સરપ્રાઈઝ તૈયારી કરી રહી છે.