દોહા: ફુટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરક્કોને ૨-૦ થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
આ વખતના વર્લ્ડ કપમાં પહેલી આફ્રિકન ટીમ તરીકે મોરક્કોએ સેમી ફાઈનલમાં રમીને આક્રમકતા દાખવી હતી, પરંતુ ફ્રાન્સના સુપર પ્લેયર મેબેપ, થીઓ સહિત અન્ય ખેલાડીઓએ આક્રમક મેચ રમતાં જીત મેળવી હતી.
ફ્રાન્સ વતીથી થીઓ હરનંદેજ અને રેન્ડલ કોલો મુઆનીએ ગોલ કર્યા હતા પણ સામે પક્ષે મોરક્કો એ ગોલ કરવાની તક મળી નહોતી.
મોરક્કોને હરાવીને ફ્રાન્સ હવે ફાઇનલ (૧૮ ડિસેમ્બર)માં આર્જેન્ટિના સામે રમશે, જ્યારે બે વખતના વિજેતા ફ્રાન્સને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવા કરો યા મરોના નાતે રમશે.
ફાઇનલમાં આર્જેન્ટિના સામે જીતવાનું ફ્રાન્સ માટે મુશ્કેલ રહેશે, કારણ કે મેસીની ટીમ પણ અગાઉ બે વખત (૧૯૭૮ અને ૧૯૮૬) વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, ત્યારે ૩૬ વર્ષ પછી ફાઇનલમાં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જીતવાની તક છે.
જોકે ૨-૦થી મોરક્કો ફ્રાન્સ સામે હારી ગયા પછી મોરક્કોના ચાહકોએ પેરિસ અને બેલ્જિયમ સહિત અન્ય જગ્યાએ ઉત્પાત મચાવ્યો હતો, જ્યારે તેમને અંકુશમાં રાખવા માટે પોલીસે અશ્રુ ગેસ છોડવાની ફરજ પડી હતી.