દુનિયાભરમાં ફીફા વર્લ્ડકપનો ફીવર જોવા મળી રહ્યો છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની મેચ માટે ચાહકો અતિઉત્સાહી છે. દરેક ચાહક પોતાની ટીમની જીતની અપેક્ષા રાખી રહ્ય છે ત્યારે ફ્રાન્સની સેક્સ વર્કર્સે અજીબ ઓફર આપી છે. ફ્રાન્સ જો આ વર્લ્ડકપ જીતે તો તે રવિવારે મફત સર્વિસ આપશે. સેક્સ વર્કર્સની આ ઓફર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ભારતીય સમય અનુસાર ફીફાની ફાઈનલ મેચ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. વર્લ્ડકપ જીતનારી ટીમને 42 મિલિયન ડોલર અને રનર અપ ટીમને 30 મિલિયન ડોલરનું ઈનામ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ ચોથી વાર ફાઈનલમાં પહોંચી છે. વર્ષ 2018માં ફ્રાન્સે ફીફાનો ખિતાબ જીત્યો હતો.