FIFA વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ બે વખતની વિજેતા આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાવાની છે ત્યારે વિશ્વના બે મોટા ખેલાડીઓ મેસ્સી અને કાયલિયાન એમબાપ્પે આમનેસામને જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને ખેલાડીઓની જબરી લોકપ્રિયતા છે. બોલીવૂડમાં પણ ફીફા ફાઈનલનો ફીવર જોવા મળી રહ્યો છે.
ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કાર્તિક આર્યન ફીફાની ફાઈનલ મેચ જોવા કતાર પહોંચી ગયો છે ત્યારે
વરુણ ધવને પણ ફૂટબોલ રમતી એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તે આર્જેન્ટિનાની જર્સીમાં જોવા મળી રહ્યો છે.
અર્જુન કપૂરે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મેસી માટે ચીયર કરતો જોવા મળી રહ્યો છે.
અનન્યા પાંડે પણ આર્જેન્ટિનાને સપોર્ટ કરતી જોવા મળી હતી.
આ સિવાય નોરા ફતેહી, કરિશ્મા કપૂર, શનાયા કપૂર, ચંકી પાંડે, આદિત્ય રોય કપૂર, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ જોવા મળવાના છે. દરમિયાન શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણનું પ્રમોશન કરતો જોવા મળશે. જ્યારે દીપિકા પાદુકોણ ફિફા ટ્રોફીનું અનાવરણ કરશે.