બોલીવૂડની અભિનેત્રી દિપીકા પદૂકોણે ટ્રોફીનું અનાવરણ કરીને પહેલી ભારતીય અભિનેત્રી બની
દોહાઃ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની ફાઈનલ મેચમાં ફ્રાન્સની તુલનામાં આર્જેન્ટિનાના પ્લેયરે શરુઆતથી આક્રમક રમત રમ્યાં હતા, પરિણામે પહેલા હાફમાં બે ગોલની લીડ આર્જન્ટિનાએ મેળવી હતી. જોકે, મેચ પહેલા શાનદાર ક્લોઝિંગ સેરેમની કરવામાં આવી હતી. ક્લોઝિંગ સેરેમનીમાં નોરા ફતેહી અલી સહિત અનેક જાણીતા બોલીવૂડ અને હોલીવૂડના કલાકારોએ ભાગ લીધો હતો. બોલીવૂડની અભિનેત્રી દિપીકા પદૂકોણે ટ્રોફીનું અનાવરણ કરીને પહેલી ભારતીય અભિનેત્રી બની હતી.
પહેલા હાફમાં શરુઆતથી આર્જેન્ટિનાએ મેચ પર પ્રભુત્વ મેળવ્યું હતું. 23મી મિનિટે લિયોનલ મેસીને મળેલી પેનલ્ટીમાં મેસીએ શાનદાર ગોલ કરવામાં સફળતા મળી હતી., જ્યારે 36 મિનિટે સુપરપાસિંગને કારણે આર્જેન્ટિનાએ બીજો ગોલ કર્યો હતો. 23મી મિનિટે આર્જેન્ટિનાને પેનલ્ટી મળી હતી. ડેમ્બેલે બોક્સમાં એન્જેલ ડી મારિયોને પાછળથી પગ માર્યો હતો, તેથી મેસીને પેનલ્ટી મળી હતી. મેસીએ 36 ફૂટના અંતરેથી ગોલ કર્યો હતો. આ ઉપરાંત, બીજો ગોલ ડી મારિયોએ કર્યો હતો. બીજા હાફમાં ફ્રાન્સે ફોર્મમાં આવ્યું હતું અને સુકાની એમબેપે ૭૩મી મિનિટે ગોલ કરવાનું ચૂક્યો હતો પણ ૮૦ અને ૮૧મી મિનિટ એટલે ૯૭ સેકંડનાં અંતરમાં લાગલગાટ બે ગોલ કરતા અપસેટ સર્જ્યો હતો. એલેક્સિસ મેકએલિસ્ટરે ફૂટબોલનું પાસિંગ કરતા ડી મારિયોએ શાનદાર ગોલ કરવામાં સફળ રહ્યો હતો.
અત્યાર સુધીમાં 63 મેચમાં 166 ગોલ પછી લુસૈલ સ્ટેડિયમમાં રવિવારે ફાઈનલ મેચ રમાઈ હતી. લિયોનલ મેસીએ અહીં 2014માં રિયો ડી જેનેરિયોમાં ચૂકી ગયો હતો. કાઈલિયન એમ્બેપ્પે 2018માં સુપર ગેમ રમતા ફ્રાન્સને નોંધપાત્ર વિજય અપાવ્યો હતો. 2018ની ઘટનાનું પુનરાવર્તન ન કરતાં આર્જેન્ટિનાએ ફાઈનલ પેનલટી શુટઆઉટમાં 4-2થી ફ્રાન્સને હરાવ્યું હતું અને આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.