અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં કે.કે. માર્ગ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં સોમવારના સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ સોમવારે ભાયખલામાં લક્ષ્મી રેસિડેન્સીની પાછળ તબેલા નંબર બેમાં સવારના લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના આઠ ફાયર એન્જિન, સાત વોટર ટેન્કર, એક ક્વિક રિસ્પોન્સ વેહિકલ સહિત પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગની માત્રા એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા. ભારે જહેમત બાદ ૧.૪૦ેવાગે આગ તો નિયંત્રણમાં આવી હતી. પરંતુ આગમાં છથી સાત ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.