નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં ખાતાધારકોને બેંક સંબંધિત કામોમાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે આખા મહિનામાં એક-બે નહીં 10 દિવસ બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ફેબ્રુઆરી મહિનાની દસ દિવસની રજાનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે. બેંકો આટલા દિવસ બંધ રહેવાની હોવાને કારણે ખાતાધારકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવો પડશે.
2023નો પહેલો મહિનો તો પૂરો થવા આવ્યો છે અને ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો છે, શનિવાર અને રવિવારની રજાને બાદ કરતાં મહાશિવરાત્રી અને અન્ય મહત્ત્વની રજાઓ પણ આ મહિનામાં આવી રહી છે, જેને કારણે બેંકો બંધ રહેશે. આવો જોઈએ કયા દિવસે છે રજાઓ-
પાંચમી ફેબ્રુઆરીએ રવિવાર, 11મી ફેબ્રુઆરીએ સેકન્ડ સેટરડે, 12મી ફેબ્રુઆરી રવિવાર, 15મી ફેબ્રુઆરીના હૈદરાબાદ અને તેલંગણામાં હોલીડે, 18મી ફેબ્રુઆરી- મહાશિવરાત્રિ, 19મી ફેબ્રુઆરીએ રવિવાર, 20મી ફેબ્રુઆરી સ્ટેટ ડે, 21મી ફેબ્રુઆરી લોસાર, 25મી ફેબ્રુઆરીના ચોથો શનિવાર, 26મી ફેબ્રુઆરી રવિવાર રજાઓ આવી રહી છે. આટલી બધી રજાઓ હોવાને કારણે ખાતાધારકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવો પડશે.
સરકારી રજાઓ પ્રમાણે રવિવાર અને શનિવારની રજાઓ પણ નોકરિયાત વર્ગને ખૂબ જ વહાલી હોય છે, પરંતુ આ વર્ષે પાંચ રજાઓ શનિવાર અને અને રવિવારે આવતી હોવાને કારણે નોકરિયાત વર્ગને આટલી રજાઓ ઓછી મળશે. આ પાંચ રજાઓમાં 18મી ફેબ્રુઆરીની મહાશિવરાત્રિની રજા, 22મી એપ્રિલના રમઝાન ઈદ, 29મી જુલાઈના મોહરમ શનિવારે તો 19મી ફેબ્રુઆરીના છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ અને 12મી નવેમ્બરે દિવાળી લક્ષ્મી પૂજન રવિવારે હોવાથી સરકારીબાબુઓની હક્કની રજાઓ છીનવાઈ ગઈ છે.