Homeઆપણું ગુજરાતહિંમતનગર યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, પોલીસ બોલાવવી પડી

હિંમતનગર યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, પોલીસ બોલાવવી પડી

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક વધતા ભાવ મામલે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો. માર્કેટની ઓફિસ ખાતે ખેડૂતો ચેરમેન અને સેક્રેટરીની ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને ત્યાં રજૂઆત કરી હતી કે, હરાજીમાં ભાવમાં વધારો થવો જોઈએ. ત્યાર બાદ હરાજી પણ અટકાવવામાં આવી હતી. તમામ ખેડૂતોએ એકત્રિત થઈને વિરોધ દર્શાવ્યો હતો. માર્કેટમાં 380થી હરાજી શરૂ થાય છે, જે ખેડૂતોને પોષાય તેમ ન હતી. પરિણામે તમામ ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી હતી અને ઘઉંના ભાવમાં વધારો થાય તેવી માંગ પણ કરી હતી.
માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવતા જ ત્યાં પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસના પહોંચ્યા બાદ ખેડૂતો સાથે વાતચીત બાદ હરાજી શરૂ કરાઈ હતી. પરંતુ ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો. આમ, તો હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ભાવ મળતાં હતાં, પણ હાલ ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. આજે આવક પણ વધુ હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોય, તેવું માર્કેટિંગ યાર્ડનાકર્મીઓ જણાવી રહ્યા હતા. સાથે અન્ય માર્કેટિંગ યાર્ડ કરતા હિંમતનગરમાં વધુ ભાવ મળી રહ્યા છે, તેવું માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું. સેક્રેટરીએ જણાવ્યું હતું કે, માલની ગુણવત્તા પ્રમાણે ભાવ નીચા પડી રહ્યા છે. જેના કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને હાલ હરાજી રાબેતા મુજબ ચાલુ છે.
આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને સામે ભાવ પણ નીચા મળી રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -