થાણે કોપરીના મીઠા બંદરની ખાડીમાં એક અજાણ્યા શખ્સે ઝંપલાવી દીધુ હોવાની માહિતી મળી હતી. સવારે લગભગ 7.13 કલાકે પોલીસને આ માહિતી મળી હતી. આ માહિતી મળતા જ થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના જવાનો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
લગભગ ચાર કલાક સુધી બોટની મદદથી સર્ચ ઑપરેશન જારી રાખવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ ભરતીનો સમય હોવાથી, સર્ચ ઓપરેશન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. ખાડીમાં ઝંપલાવનારા વ્યક્તિની હજી સુધી કોઇ ભાળ મળી નથી.