આજે આટલું જ -શોભિત દેસાઈ
નઝર નવાઝ નઝારા બદલ ન જાયે કહીં…
ઝરા સી બાત હૈ, મુંહ સે નિકલ ન જાયે કહીં…
યે લોગ હોમ-ઓ-હવનમેં યકીન રખતે હૈં
ચલો, યહાં સે ચલે… હાથ જલ ન જાયે કહીં…
હાજી… આજે તો દુષ્યન્ત કુમાર ત્યાગીને આજે આટલું જ માંથી વિદાય આપવાની છે. કેટલાકે દોસ્તોને તો ચાર અઠવાડિયાથી એટલો આનંદ છે કે મને કહ્યું કે એક વરસ (પર અઠવાડિયા) સુધી આ કવિનો આસ્વાદ આપો… મેં કહ્યું: મારી જાણમાં આ કવિએ ગઝલો જ ૫૬ લખી છે… બોલો… ફક્ત ૫૬ ગઝલો આપીને દુષ્યન્ત અમર થઈ ગયા. પુસ્તકોની સંખ્યાનું મહત્ત્વ મીંડું છે… અંદરની લીટીઓની ગુણવત્તા સારસ્વતને બાહુલ્ય ધરે છે…
આગળ કહ્યું એ પ્રમાણે દુષ્યન્તે તગઝઝુલ એટલે કે ગઝલના મૂળ રંગ romanticism પર ભાગ્યે જ લખ્યું છે…. જો કે જે લખ્યું છે એ ભરપૂર નાવીન્ય અને સાવ નિરાળી ભાતનું લખ્યું છે…
મૈ જીસે ઓઢતા, બિછાતા હું…
વો ગઝલ આપ કો સૂનાતા હું.
એક જંગલ હૈ તેરી આંખોમેં
મૈ જહાં રાહ ભૂલ જાતા હું
હવે નો શેર એમની સરકારી પજવણી અને એમાંથી જનમતા એમના નવા વિરત્વ પર છે…
એક બાઝુ ઉખડ ગયા જબ સે
ઔર ઝ્યાદા વઝન ઉઠાતા હું
અને મને સ્હેજ પણ ઓળખતા ન હોવા છતાં દુષ્યંતે શોભિત દેસાઈ ઉપર લખેલો શેર…
હર તરફ એતરાઝ હોતા હૈ,
મૈ ઝરા રોશનીમેં આતા હું…
અને હવે romanticismની પરાકાષ્ટા અને છતાંય તદ્દન નવા નજરિયાના બે શેર…
તુ કીસી રેલ સી ગુઝરતી હૈ
મૈ કીસી પુલ સા થરથરાતા હું
મૈ તુઝે ભૂલને કી કોશિશ મૈં
આજ કિતને કરીબ પાતા હું…
તો દોસ્તો આ છે દુષ્યંત કુમાર… એમનો સંગ્રહ ‘સાયે મેં ધૂપ’ Internet પરથી download પણ કરી શકાય અને રાજકમલ પ્રકાશન પાસેથી Publisherનિું અનેroyalty પૂરતું કવિનું ય ભલુ થાય એ રીતે મંગાવી પણ શકાય. C.P. Tank પર હિન્દી ગ્રંથ રત્નાકર દુકાનમાંથી ખરીદી પણ શકાય. તમે સાનમાં સમજવાવાળા છો જ બરાબરને?!
તો હવે આજે જ્યારે દુષ્યન્ત વિદાય લે છે ત્યારે એમના કેટલાક અદ્ભુત, ઉત્તમ, અનન્ય, અજોડ અને અનહદ શેર…
દેખ દહલીજ સે કાઈ નહીં જાનેવાલી
યે ખતરનાક સચ્ચાઈ નહીં જાનેવાલી
તું પરેશાન બહુત હૈ, તું પરેશાન ન હો
ઈન ખુદાઓં કી ખુદાઈ નહીં જાનેવાલી
હિમ્મત સે સચ કહો તો બૂરા માનતે હૈ લોગ
રો-રો કે બાત કહને કી આદત નહીં રહી
દુકાનદાર તો મેલે મેં લૂંટ ગયે યારોં
તમાશબીન દુકાને લગા કે બેઠે ગયે.
અબ સબ સે પૂછતા હૂં : ‘બતાઓ તો કૌનથા-
વો બદનસીબ શખ્સ જો મેરી જગહ જીયા’
મરના લગા રહેગા, યહાં જી તો લીજીએ
ઐસા ભી ક્યા પરહેજ, ઝરાસી તો લીજીએ
પત્તોં સે ચાહતે હો બજે સાઝ કી તરહ?
પેડોં સે આપ પહલે ઉદાસી તો લીજીએ
એક આદત સી હો ગઈ હૈ તૂ
ઔર આદત કભી નહીં જાતી
મુઝ કો ઈસા બના દિયા તુમને
અબ શિકાયત ભી કી નહીં જાતી
સિર સે સીનેમેં કભી, પેટ એ પાંવો મેં કભી
ઈક જગહ હો તો કહે ‘દર્દ ઈધર હોતા હૈ’
રહનુમાઓંકી અદાઓં પે ફિદા હૈ દુનિયા
ઈસ બહકતી હુઈ દુનિયા કો સમ્હાલો યારોં
તેરે સર પે ધૂપ આઈ તો પેડ બન ગયા મૈં
તેરી ઝિંદગીમેં અક્સર મૈં કોઈ વજહ રહા હું
ઈસ સિરે સે ઉસ સિરે તક સબ શરીક-એ-જુર્મ હૈ
આદમી યા તો ઝમાનત પર રિહા હૈ, યા ફરાર…
દોસ્તોં! અબ મંચ પર સુવિધા નહીં હૈ
આજકાલ નેપથ્યમેં સંભાવના હૈ.
આજે આટલું જ…