ક્રિકેટ લિજન્ડ કહો કે ભારતીય ક્રિકટે ટીમના ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર કમ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો ચાર્મ હજુ લોકોમાં હજુ અકબંધ છે. ક્રિકેટમાંથી અલવિદા કહ્યા પછી પણ જાહેર સ્થળે સચિનને જોયા પછી તેના ચાહકોને તેને આવકારવાનું ચૂકતા નથી અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ફ્લાઈટની અંદર સચિનના ફેન્સ સચિન-સચિનના લોકોએ નારા લગાવ્યા હતા અને માસ્ટર બ્લાસ્ટરે પ્રેમથી ચાહકોને વધાવીને આભાર માન્યો હતો. ફ્લાઈટમાં સચિન આગળની બાજુ બેઠો હતો ત્યારે લોકોએ તેના નામનો સૂત્રોચ્ચાર કર્યો હતો અને એનો વીડિયો સચિને શેર કરીને તેના નામના નારા લગાવનારા લોકોનો પણ આભાર માન્યો હતો.
સચિને આગળ આ વીડિયોમાં કહ્યું હતું કે મારી જૂની યાદો તાજી થઈ ગઈ, જ્યારે હું બેટિંગ આવતો ત્યારે આવું બનતું હતું. કમનસીબી કહો કે મેં સીટબેલ્ટ પહેરી લીધો હોવાથી હું તેમને વધાવવા માટે ઊભો થઈ શક્યો નહોતો, તેથી અત્યારે હું બધાને હૈલો કહી રહું છું. 1989માં 16 વર્ષની ઉંમરમાં ભારતવતીથી ડેબ્યુ કરનાર સચિને 2013માં સંન્યાસ લીધો હતો. સંન્યાસના નવ વર્ષ પછી પણ સચિનના તમામ રેકોર્ડસ અકબંધ છે. સચિનના નામે સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે, જ્યારે 51 સદી ટેસ્ટમાં અને 49 સદી વનડેમાં ફટકારી છે. સચિનના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 34,357 રન બનાવવાનો પણ રેર્કોડ છે.
Thank you to those on my flight who were chanting my name a little while ago, reminiscent of when I used to come out to bat. Unfortunately, the seatbelt sign was on so I could not stand up to greet you. So saying a big hello to all now 👋🏻👋🏻 https://t.co/ak4GYLjMi4
— Sachin Tendulkar (@sachin_rt) December 17, 2022