Homeઆપણું ગુજરાતપ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર મોહમ્મદ માંકડનું 93 વર્ષની વયે અવસાન

પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર મોહમ્મદ માંકડનું 93 વર્ષની વયે અવસાન

ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર, પત્રકાર અમે કટાર લેખક મોહંમદ માંકડનું 93 વર્ષની ઉમરે અવસાન થયું છે. મોહંમદ માંકડે ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે તેઓ સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. શનિવારની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના જવાથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર મોહંમદ માંકડ લોકપ્રિય વાર્તાકાર, નવલકથાકાર અને કોલમિસ્ટ હતા. તેમની કોલમ કેલિડોસ્કોપ ખુબ લોકપ્રિય રહેલી, જે પુસ્તક સ્વરૂપે પણ આજના યુવાનોમાં લોકપ્રિય છે.
મોહમ્મદ માંકડનો જન્મ 13 ફેબ્રુઆરી 1928ના રોજ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના પળિયાદમાં થયો હતો. તેઓ સુરેન્દ્રનગરમાં કાયમી સ્થાયી થયા અને લેખનને પૂર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવ્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ હતા. તેમણે નવલકથાઓ, નવલકથાઓ, નિબંધો, બાળવાર્તાઓ વગેરેમાં અદ્ભુત રચનાઓ કરી છે. જે આજના યુવાનોને પણ પ્રેરણા આપે છે.
તેઓ 1982 થી 1992 ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ હતા. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચનાઓ પણ કરી છે. આ બાદ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય 1984 થી 1990 સુધી રહ્યા હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા.
જાણીતા ગુજરાતી લેખક મોહમ્મદ માંકદાનને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018 એનાયત કરવામાં આવ્યો હતો. તેમના યોગદાને ગુજરાતી સાહિત્યને એક નવા જ મુકામ પર પહોંચાડ્યું છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -