ચીનામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું હોવાથી આખી દુનિયા ચિંતામાં મૂકાઈ છે. ભારત સરકાર પણ એલર્ટ મોડ પર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમાયું છે. ઘણા ફેક મેસેજ ફરી રહ્યા છે, જેમાં ઓમીક્રોનના સબ વેરિયન્ટ વિશે ખોટી માહિતી આપવામાં આવી રહી છે. નવો વેરિયન્ટ જીવલેણ અને વધુ સંક્રમક હોવાનું કહેવાઈ રહ્યું છે. સારવારને લઈને પણ ખોટી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું છે કે ઓમિક્રોનના સબ વેરિયન્ટ bf.7નો કોઈપણ ગંભીર કેસ ભારતમાં નોંધાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ પર ધ્યાન આપવાની જરૂર નથી. આ વેરિયન્ટથી ફેફસાને વધુ નુકસાન થતું નથી. છેલ્લાં ઘણા મહિનાઓથી આ વેરિયન્ટ ભારતમાં છે, પરંતુ કોઈ ગંભીર લક્ષણો નોંધાયા નથી. તેથી અફવાઓ પર ધ્યાન આપવામાં આવે નહીં. કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ.
This message is circulating in some Whatsapp groups regarding XBB variant of #COVID19.
The message is #FAKE and #MISLEADING. pic.twitter.com/LAgnaZjCCi
— Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2022