Homeઆપણું ગુજરાતહવે ઝડપાયું નકલી માર્કશીટનું રેકેટ: વિદેશ જવા બનાવાતી હોવાનો અંદાજ

હવે ઝડપાયું નકલી માર્કશીટનું રેકેટ: વિદેશ જવા બનાવાતી હોવાનો અંદાજ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં એક પછી એક કાંડ સામે આવી રહ્યાં હોય તેમ ડમીકાંડ બાદ હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું. ખેડા પોલીસે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામમાંથી એક વ્યક્તિને ૬૦ જેટલી નકલી માર્કશીટ સાથે ઝડપી પાડતાં ખળભળાટ મચ્યો હતો.
કૌભાંડમાં આણંદના થામણાના શખસ અને ઉત્તર પ્રદેશના શખસની સંડોવણી હોવાનું સામે આવ્યું
હતું.
પોલીસે પ્રાથમિક તપાસમાં પરદેશ જવા માટે તેમજ અન્ય આર્થિક લાભ માટે નકલી માર્કશીટ બનાવાતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડા પોલીસે નકલી માર્કશીટના રેકેટનો પર્દાફાશ કરતાં ઠાસરાના નેસ ગામમાંથી કિરણ ચાવડા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જે એસ.એસ.સી, એચ.એસ.સી, બી.એ, બી. કોમની નકલી માર્કશીટ બનાવતો હતો.
ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસ દ્વારા આરોપીને ઝડપી પડાયો ત્યારે તેની પાસેથી ૬૦ નકલી માર્કશીટ મળી આવી હતી. પોલીસે તમામ સામગ્રી જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -