અમારી પાસે ‘સ્વાર્થી’ નેતાઓ નથી, પક્ષ માટે લોહી અને પ્રાણ આપવા માટે પણ તૈયાર
થાણે: ભાજપના ‘સ્વાર્થી’નેતાઓએ બે અસ્વસ્થ વિધાનસભ્યોને એમ્બ્યુલન્સમાં પુણેથી મુંબઈ વિધાનપરિષદ અને રાજ્યસભામાં મતદાન કરવા માટે લાવ્યા હતા, એવો દાવો કર્યો હતો. એનીસીપીના નેતા અજિત પવારને વળતો જવાબ આપતાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમારી પાસે એવા કોઇ સ્વાર્થી નેતા જ નથી. અમારી પાર્ટીના નેતાઓ લોહી અને પ્રાણ આપવા હંમેશાં તત્પર જ રહેતા હોય છેે.
કસબાનાં વિધાનસભ્ય મુક્તા ટિળક અને ચિંચવડના વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપ ગયા વર્ષે જૂનમાં યોજાયેલી બે ચૂંટણીમાં ભાજપને મત આપવા માટે મુંબઈના વિધાનસભા સંકુલમાં એમ્બ્યુલન્સમાં પહોંચ્યાં હતાં. આ બંને ચૂંટણી મહાવિકાસ આઘાડી માટે નિર્ણાયક હતી.
જગતાપના મૃત્યુથી જરૂરી બનેલી પેટાચૂંટણી માટે સોમવારે એક રેલીને સંબોધતાં પવારે કહ્યું હતું કે આ મહેનત તેમના (ટિળક અને જગતાપ) માટે અસહ્ય હતી, પરંતુ તેઓ પક્ષ માટે મૌન રહ્યા હતા. ભાજપે સમજવું જોઇતું હતું કે ચૂંટણી કરતાં આરોગ્ય વધુ મહત્ત્વનું છે, પરંતુ આ સ્વાર્થી લોકોએ ધ્યાન આપ્યું નહીં. જોકે પવારે કરેલા દાવાનો ફડણવીસે જડબાતોડ જવાબ આપ્યો હતો.
(પીટીઆઈ)