કોવિડ-19 પાનડેમિક શરુ થયાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે છતાં ફેસ માસ્ક પહેરવાથી વાયરસના ફેલાવાને રોકી શકાય છે કે કેમ તે અંગેના વિવાદનો ઉકેલ આવ્યો નથી. કોવિડ-19 ટ્રાન્સમિશનને રોકવા માટે ફેસ માસ્ક આંશિક અથવા ના બરાબર અસરકારક છે એવું હાલમાં બહાર પડેલા એક સંસોધનમાં દાવો કરવામાં આવ્યો છે. કોક્રેન લાઇબ્રેરી દ્વારા પ્રકાશિત સંસોધન રીપોર્ટ 12 સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
સંસોધન દરમિયાન ફેસ માસ્ક, સેનીટાઈઝર અને હેન્ડ વોશ સહિતની સાવચેતીઓ શ્વાસ દ્વારા ફેલાતા રોગોના વાયરસને અટકાવવા માટે કેટલા કારગર છે એ જાણવા 78 રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતા. 78 ટેસ્ટમાં તમામ દેશોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના આધારે જાણવા મળ્યું કે ફેસ માસ્ક કોવીડ-19 જેવા રોગોના વાયરસને અટકાવવા અસરકારક આંશિક અથવા તો ના બરાબર કરગર છે.
સંશોધકોએ 2009 માં H1N1 ફ્લૂ પાનડેમિક, નોન-એપિડેમિક ફ્લૂ સિઝન, 2016 સુધીના એપીડેમીક ફ્લૂ સિઝન અને COVID-19 પાનડેમિનો ડેટા એકત્રિત કર્યો અને સરખાવ્યો, જેનો સહારો લઈને સંસોધકો આ ત્રણ પર પહોંચ્યા હતા.
કોવીડ-19ના શરૂઆતમાં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દાવો કર્યો હતો કે ફેસ માસ્ક જરૂરી નથી, જો કે, ત્યારબાદ તેણે લોકોને 2020માં માસ્ક પહેરવા કરવાનું કહ્યું. સપ્ટેમ્બરમાં ફરીથી, CDCના ડિરેક્ટર ડો. રોબર્ટ રેડફિલ્ડે કહ્યું કે ફેસ માસ્ક કોરોના સામે સૌથી શક્તિશાળી ટુલ છે, જે બાદ સમગ્ર વિશ્વમાં માસ્ક ફરજિયાત બની ગયું.