Homeઈન્ટરવલવણજારા જ્ઞાતિનું એક્સ્ટ્રા ઓર્ડિનરી ગંગાપૂજન

વણજારા જ્ઞાતિનું એક્સ્ટ્રા ઓર્ડિનરી ગંગાપૂજન

તસવીરની આરપાર -ભાટી એન.

દરેક વ્યક્તિ આશાવાદી હોય છે…! અને આશા-ઉમ્મીદ પણ હોય છે…! ભવસાગર તરીને સ્વર્ગવાસ જવાની તમામ જીવમાત્રની જિજીવિષા હોય છે…! અમૂલ્ય જિંદગીને સમાજસેવા, ધાર્મિક સેવા, ભક્તિભાવથી તરબતર થવું જોઇએ એવી ક્ષમતા ઊભી કરવી જોઇએ તો મારો હરિ તમારો હાથ જાલી સ્વર્ગના દ્વાર સુધી લઇ જાય, આવી આપણી લોક માન્યતા છે. સ્વર્ગ-નરક છે કે નહીં તેની મને કે તમને ખબર જ નથી…! તેમ છતા પુણ્યશાળી વ્યક્તિ હોય ને સમાજની ઉન્નતિ માટે કાર્ય કરનારને સ્વર્ગ મળતું હશે. પણ આજે ખરેખર આપને હિન્દુધર્મમાં ગંગાજીનું મૂલ્ય અતુલ્ય છે. તેના થકી મોક્ષ-સ્વર્ગ મળે છે. તેના દાખલા આપણાં શાસ્ત્રોમાં આજે પણ મળે છે. ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોને મોક્ષ-સ્વર્ગ આપવા ગંગાજીને પૃથ્વી લોકમાં લાવીને ભગીરથ રાજાના અસંખ્ય વડવાઓને સ્વર્ગ મળેલ તેવી ઐતિહાસિક દંતકથા છે. જોકે ભારતમાં ગંગાનદીની તોલે અન્ય નદીની તુલના ન થઇ શકે. ગંગાજીનું શિવની જટામાંથી પ્રગટ થઇ હિમાલયમાંથી અવતરણ થયું છે. શીતળ નિર્મળ પવિત્ર જળની એક આચમની લેતા સ્વર્ગ મળે છે. આથી હિન્દુધર્મમાં તેમનું મહાત્મ્ય અતુલ્ય છે. ભારતમાં વણઝારા જ્ઞાતિ ચોગરદ પથરાયેલ છે. પણ મુખ્યત્વે વણઝારાઓ રાજસ્થાન તરફથી આવેલા છે અને સમગ્ર ભારતમાં વસે છે. તેઓ ધાર્મિક રીતરિવાજમાં ખૂબજ માને છે. વણઝારાઓ અગાઉ વણંજનો એટલે ટ્રાન્સપોર્ટેશન બળદ-પોઠુ ઉપર માલ ભરી સમગ્ર ભારતમાં માલની હેરાફેરીનું કામ કરતા. તેઓ હિંમતવાન બળવાન રાજપૂત હોવાથી જંગલમાંથી પસાર થતા કોઇનાથી ડરતા નહીં. આવી વણઝારા જ્ઞાતિનું એક્સ્ટ્રા ઓર્ડિનરી ‘ગંગા પૂજન’ વિશે જાણીએ. વણઝારા જ્ઞાતિમાં વૈકુંઠી (ડોલી) પ્રથા પણ છે. જો સુખી વ્યક્તિ હોયને પોતાના વડીલ પૂર્વજોને બેઠા કાઠે એટલે વૈકુંઠી (ડોલી) બનાવીને તેમાં પલાઠી મારી બેસાડી ધામધૂમથી અંતિમયાત્રા કાઢે છે. તેમણે તેમના પૂર્વજોના અસ્થિ લઇને ગંગાજીમાં તેમનું વિસર્જન કરવું ફરજિયાત છે અથવા હરિદ્વાર જાય કે સોરમ ઘાટ જાય. મુખ્યત્વે હરિદ્વાર ગંગાજીના ઘાટે જઇ ભૂદેવ પાસે વિધિવિધાન કરાવી અને ગંગાજીમાં અસ્થિ પધરાવી દેતા વણઝારા જ્ઞાતિમાં એવી લોક માન્યતા છે કે તેના પૂર્વજોને મોક્ષ-સ્વર્ગ મળી ગયું. ત્યાર બાદ ત્યાંથી પીતળની લોટીમાં ગંગાજી લાવી અને તેઓ ઘરે ધામધૂમથી ‘ગંગા પૂજન’ કાર્યક્રમ કરે છે. ચોખા ઘીનો સીરો બનાવી ૧૭ બેડિયા (માટલા) માટીના ભરી અને અગ્નિ દેવની સાક્ષીએ વણઝારાના રીત રિવાજ મુજબ પૂજનવિધિ કરીને બહેન-દીકરીઓને દાન આપે છે. અને પ્રસાદના રૂપમાં બધાને જમાડવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -