સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમ પાંગરે તે લગભગ સૌથી કુદરતી ઘટના છે, પરંતુ તમે જ્યારે લગ્નના બંધનથી જોડાઈ ગયા હોવ ત્યારે આવી લાગણીનો માત્ર અનુભવ કરી શકો, આવા સંબંધોમા આગળ વધવું નૈતિકતાની દૃષ્ટીએ અને કાયદાની દૃષ્ટિએ પણ ગુનો છે અને તે કરતા આવા સંબંધોના કરૂણ અંજામ આવતા હોય છે, જે બે પરિવારને ડૂબાડી દેતા હોય છે. આવા ઘણા કિસ્સા છે, પરંતુ ગુજરાતમાં બનેલો એક કિસ્સો અલગ છે અને ફરી આવા સંબંધો સામે લાલબત્તી સમાન છે.
ગુજરાતના પાટણના માલસુંદ ગામમાં એક પરિણિત પ્રેમીએ પરિણિતાના પ્રેમમાં સાત વષર્ની જેલ તો ભોગવી, પણ જેલમાંથી છૂટ્યા બાદ તેણે આ સંબંધને લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીં રહેતા જયંતી ઠાકોર નામના તે સમયના યુવાનને ગામની જ પરિણિત મહિલા સાથે પ્રેમ થયો અને પ્રેમી પંખીડા પ્રેમમાં ભાન ભૂલ્યા. પરિણિતાના પરિવારને સંબંધોની જાણ થઈ ને યુવકના જીવનમાં અંધારુ ઘેરાયું. મહિલાએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરી. કોર્ટે યુવકને આરોપી ઠેરવ્યો ને સાત વષર્ની જેલની સજા થઈ. આ સાત વર્ષ કાળી કોટડીમાં કાઢી તે થોડા દિવસો પહેલા છૂટ્યો. ત્યાં એક દિવસ પરિણિતાના દિયર અને તેના યુવાન થયેલા બે દિકરાએ જયંતીને તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખ્યો. આમાંથી બે તો પકડાયા અને એક ફરાર છે.
આ રીતે અત્યાર સુધી યુવકનો પરિવાર યુવક સાથે સજા ભોગવી રહ્યો હતો, હવે પિરિણિતાના સંતાનો અને દિયર હત્યાના કેસમાં સજા ભોગવશે. આમ લગ્નબાહ્ય સંબંધોનો ભોગ બે આખા પરિવારો બની ગયા.