Homeઆમચી મુંબઈરોહાવાસીઓને રાહત: દીવા-પેણ શટલ સર્વિસને રોહા સુધી લંબાવાઈ

રોહાવાસીઓને રાહત: દીવા-પેણ શટલ સર્વિસને રોહા સુધી લંબાવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પ્રવાસીઓની સુવિધા માટે દીવા/પેણ/દીવા શટલને રોહા સુધી લંબાવવામાં આવી હોવાનું મધ્ય રેલવેએ જણાવ્યું હતું. મંગળવારથી અમલી બનતા આ શટલ સર્વિસને રોહા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દીવા-પેણ-દીવા મેમૂ (ટ્રેન નંબર ૦૧૩૫૧) દીવાથી સાંજના ૬.૪૫ વાગ્યાના સુમારે ઉપાડવામાં આવશે, જ્યારે આ ટ્રેન રોહા રાતના ૯.૨૦ વાગ્યાના સુમારે પહોંચશે. એ જ પ્રકારે રિટર્નમાં રોહા સ્ટેશનથી સવારના ૬.૪૦ વાગ્યાના સુમારે મેમૂ ટ્રેનને રવાના કરવામાં આવશે, જ્યારે આ ટ્રેન સવારના ૯.૧૦ વાગ્યે દીવા પહોંચશે. આ મેમુ ટ્રેનના હોલ્ટ સ્ટેશનમાં પેણ, રોહા કાસુ, નાગોથાણે અને નિદિ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન સહિત દીવા-રોહા વચ્ચે પણ રેગ્યુલર મેમુ ટ્રેન દોડાવાય છે, ત્યારે વધુ એક મેમુ ટ્રેનને રોહા સુધી લંબાવવાને કારણે મુંબઈ સુધી ટ્રાવેલ કરવાની કનેક્ટિવિટી મળશે, એમ પ્રવાસીઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -