મોંઘી, એક્સપ્રેસવેના ટોલટેક્સમાં થશે વધારો
મુંબઈઃ મુંબઈ-પુણે વચ્ચેના એક્સપ્રેસવે પરથી અવરજવર કરનારા વાહનચાલકો માટે માઠા સમાચાર છે. આ બંને શહેરની વચ્ચે અવરજવર કરનારા વાહનચાલકોના ખર્ચમાં વધારો થયો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના એક અધિકારીએ કહ્યું હતું કે દર વર્ષે એક્સપ્રેસવેના ટોલટેક્સમાં છ ટકાનો વધારો થાય છે, પરંતુ દર ત્રણ વર્ષે તેનો એકસાથે વધારો લાગુ પાડવામાં આવશે. નિયત કરેલા નિયમો મુજબ ટોલટેક્સમાં વધારો થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
એક્સપ્રેસ વેના ટોલનાકા પર કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે દરેક વાહનચાલકોને પહેલી એપ્રિલથી 94 કિલોમીટરના સ્પીડ કોરિડોરમાં એક તરફી 320 રુપિયાનો ટેક્સ આપવાનો રહેશે. હાલમાં તેનો 270 રુપિયાનો ટેક્સ છે. કારચાલકોને પુણેથી મુંબઈ જવા માટે ટોલમાં 360 રુપિયા (વાશી નજીક જવા માટે 40 રુપિયા) ખર્ચવાના થશે.
ટોલ ટેક્સમાં વધારાને કારણે તેનો બોજ સામાન્ય પ્રવાસી પર બસ અને ખાનગી ટેક્સીચાલક કરી શકે છે. પુણે બસ એન્ડ કાર ઓનર્સ એસોસિયેશને કહ્યું હતું કે મુંબઈ-પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પરના ટોલ ટેક્સમાં વધારાને કારણે બસના ભાડાં પર વધારો ચોક્કસ થશે. એક તો કોરોના મહામારીને કારણે ટ્રાન્સપોર્ટર્સને નુકસાન થયું હતું. દરમિયાન પુણે ડિસ્ટ્રિકટ લકઝરી બસ એસોસિયેશને પણ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં લકઝરી બસના ભાડાંમાં વધારો થશે. ટોલનાકા પર વધતા ટેકસ મુદ્દે નિયમિત રીતે અવરજવર કરનારા વાહનચાલકોએ નારાજગી વ્યક્ત કરી હતી. વારંવાર ટોલ વધારવાની બાબત યોગ્ય નથી, તેનાથી સામાન્ય લોકો પર તરત અસર થાય છે. વધતી મોંઘવારીને પણ પ્રશાસને ધ્યાનમાં રાખવી જોઈએ, એમ એક વાહનચાલકે જણાવ્યું હતું.