જો તમને લાગે છે કે માત્ર ખાંડ અને મીઠું જ તમારા સ્વાસ્થ્યના દુશ્મન છે, તો આ સાયલન્ટ કિલરને પણ ઓળખો અને ભવિષ્યમાં સાવચેત રહો. અજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ મોટે ભાગે ખાદ્ય પદાર્થોમાં વપરાય છે. આ સફેદ પદાર્થનો ઉપયોગ રેસ્ટોરાંમાં પીરસવામાં આવતા ખોરાકમાં પણ થાય છે. કારણ કે તે ભોજનનો સ્વાદ વધારે છે. તે કુદરતી રીતે ઘણા ખોરાકમાં હાજર હોય છે, પરંતુ તેને પ્રોસેસ્ડ ફૂડ્સમાં અલગથી ઉમેરવામાં આવે છે. સોડિયમ ગ્લુટામેટ સફેદ કલરમાં સ્ફટિક પાવડર જેવું છે, જે ખાંડ-મીઠા જેવું જ દેખાય છે.
મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG) સ્વાદ વધારવા માટે ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવે છે. ભલે તે ખાવાનો સ્વાદ વધારે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. MSG ઘણો જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકોનું મૃત્યુ સામાન્ય બની ગયું છે. તેનું કારણ પણ આ MSG છે. ખાસ કરીને યુવાનોને અજીનોમોટો ખાવાની લત લાગી ગઈ છે, જે ચિંતાનો વિષય છે. નાના શહેરો, ગામડાઓ અને શહેરોમાં પણ MSGની માંગ વધી ગઇ છે. ડૉક્ટરો પણ MSG ખાવાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે.

અજીનોમોટો એક પ્રકારનું કેમિકલ છે. પનીર, ટામેટાં, વટાણા, અખરોટ, ઘઉંમાં MSG કુદરતી રીતે હાજર હોય છે. કુત્રીમ રીતે MSG પ્રાણીઓના હાડકામાંથી બનાવવામાં આવે છે અને સ્ટ્રીટ ફૂડ અને ચાઈનીઝ રેસિપીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચિપ્સ, પેકેજ્ડ સૂપ, તૈયાર ખોરાક જેવા પ્રોસેસ્ડ ફૂડમાં MSG વધુ માત્રામાં હોય છે. પ્રોસેસ્ડ ફૂડ પહેલેથી જ હાનિકારક છે અને MSG નુકસાનમાં વધારો કરે છે. સોડિયમ ગ્લુટામેટના વધુ પડતા સેવનથી માઈગ્રેન, સુસ્તી, હોર્મોન અસંતુલન, ઉલ્ટી, નબળાઈ, છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. MSG સફેદ કોશિકાઓનું નિર્માણ અટકાવે છે. મગજના કેન્સરની સંભાવના વધારે છે, લીવર અને કિડની ફેલ થવાની સંભાવના વધારે છે. દરેક બાળક અને યુવાનોને બીપી, હાઈપરટેન્શન અને વાળ ખરવા, દાંત તૂટવાની સમસ્યા જોવા મળે છે, એના મૂળમાં પણ MSG જ છે. તેનું વધુ પડતું સેવન એડ્રેનલ ગ્રંથિની કામગીરીને અસર કરે છે અને હાઈ બ્લડ પ્રેશર, હાયપરટેન્શન અને સ્ટ્રોક જેવા જોખમોનું કારણ બને છે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે ખોરાકમાં સોડિયમ ગ્લુટામેટનું પ્રમાણ વધવાને કારણે ડાયાબિટીસના કેસ પણ વધ્યા છે.
મોટાભાગના દેશોએ તેને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને સજાની જોગવાઈ કરી છે, પરંતુ ભારતમાં આ મામલે હજી સુધી કોઇ પગલા લેવામાં નથી આવ્યા. ભારતની જનતાને રોગોથી બચાવવા માટે અજીનોમોટો મોનોસોડિયમ ગુણમેટ પર પ્રતિબંધ મૂકવાના કડક નિયમો સાથેના આદેશો જારી કરવાની જરૂર છે. જો ભારત સરકાર ઇચ્છે તો તેમણે આ મુદ્દે સર્વે કરીને સમગ્ર ભારત માટે રિપોર્ટ તૈયાર કરવો જોઈએ તેમજ આરોગ્ય મંત્રાલયને સૂચના આપીને MSGના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઇએ.