(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિસેમ્બર અડધો પૂરો થઈ ગયો ત્યારે મુંબઈમાં ઠંડીને બદલે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે. મુંબઈમાં શનિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું. તો કોલાબામાં ૩૩.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી ઠંડીને બદલે ગરમી અનુભવી રહ્યા છે. શુક્રવારે મુંબઈમાં ૩૫.૫ ડિગ્રી જેટલી ઊંચી ગરમી નોંધાયા બાદ શનિવારે તેમાં હજી વધારો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી જેટલું વિક્રમી ગરમી ડિસેમ્બરમાં નોંધાઈ હતી. છેલ્લા દસ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં નોંધાયેલું મહત્તમ સૌથી ઊંચુ તાપમાન શનિવારે નોંધાયું છે. ડિસેમ્બર મહિનામાં ઠંડીને બદલે ઉનાળા જેવી ગરમી પડી રહી છે.