દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટમાંથી આંચકો લાગ્યો છે. શુક્રવારે દિલ્હીની વિશેષ અદાલતે CBI દ્વારા નોંધાયેલા કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે.
દિલ્હીની નવી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપમાં લાંબી પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તિહાર જેલમાં લાંબા સમય સુધી તેની પૂછપરછ કરી. આ પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. આ કેસમાં પણ સિસોદિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે આ કેસમાં ચુકાદો આપ્યો છે. 24 માર્ચે સુનાવણી બાદ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. શુક્રવારે, આદેશ વાંચતી વખતે, ન્યાયાધીશે ફક્ત એક જ શબ્દ કહ્યો હતો, ડિસમિસ. નિર્ણયના કારણ માટે કોર્ટના લેખિત આદેશની રાહ જોવી પડશે.
રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મનીષ સિસોદિયા હવે દિલ્હી હાઈકોર્ટમાં જશે અને જામીન અરજી ફગાવવાના રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને પડકારશે. ધરપકડ બાદ મનીષ સિસોદિયાએ દિલ્હીના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને આતિશીને દિલ્હીમાં શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
Delhi Special Court dismisses bail plea of Delhi's former Deputy Chief Minister Manish Sisodia, in CBI case pertaining to alleged irregularities in the framing and implementation of the excise policy of GNCTD.
(File photo) pic.twitter.com/tsbxOYDofN
— ANI (@ANI) March 31, 2023