સિડનીઃ ઓસ્ટ્રેલિયન વર્લ્ડકપ ચેમ્પિયન કેપ્ટન માઈકલ ક્લાર્ક તેની વ્યક્તિગત લાઈફને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રોજે તેના પર છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ક્લાર્કને તેની પ્રેમિકા થપ્પડ મારતી જોવા મળી છે અને ક્લાર્ક જેડ યારબ્રોજનની બહેન જાસ્મીનને મુક્કો પણ મારે છે અને એના અંગેના ન્યૂઝ પણ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.
આ વીડિયોમાં માઈકલ ક્લાર્ક શર્ટલેસ જોવા મળે છે અને વીડિયોમાં ક્લાર્ક તેની ઉપરના મૂકવામાં આવેલા આરોપોનો ઈનકાર કરતો પણ જોવા મળે છે. ક્લાર્ક વીડિયોમાં બોલતો જોવા મળે છે અને બોલે છે કે હું સોગંધ ખાઉ છું. હું મારી દીકરીના સમ ખાઉ છું.
Video Credits: Daily Telegraph
એક અહેવાલ અનુસાર માઈકલ ક્લાર્ક તેની પ્રેમિકા, યારબ્રોજની બહેન જાસ્મીન અને તેના પતિ કાર્લ સ્ટેફનોવિકની સાથે રજા પર હતી. કહેવાય છે કે આ ચારેય જણ પોતાના દોસ્ત સાથે ડિનર પર હતા ત્યારે વિવાદ થયો હતો. યારબ્રોજની બહેન જાસ્મીન ઓસ્ટ્રેલિયાની જાણીતી ટીવી હોસ્ટ છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટનનું નામ સૌથી પહેલા લારા બિંગલની સાથે જોડવામાં આવ્યું હતું. 2007માં બંને વચ્ચે ડેટિંગ શરુ થયું હતું. 2010માં બિંગલની શાવરવાળી તસવીર સોશિયલ મીડિયા પર લીક થયા પછી ક્લાર્ક અને બિંગલ 2010માં અલગ થયા હતા. 2012માં માઈકલ ક્લાર્કે કાઈલી બોલ્ડી સાથે લગ્ન કર્યા હતા. 2015માં બંનેએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો, પરંતુ 2020માં બંને અલગ થયા હતા. ત્યારબાદ ક્લાર્કે ફેશન ડિઝાઈનર પિપ એડવર્ડસને ડેટ કરતો હતો, પરંતુ પિપ એડવર્ડસને ડેટ કરવાનું ચાલુ કર્યું હતું, પરંતુ પિપથી પણ અલગ થયો હતો. જોકે, માઈકલ ક્લાર્ક અને જેડ વચ્ચેની જપાજપીનો વીડિયો વાઈરલ થયા પછી તેની તપાસ કરવામાં આવી છે. 41 વર્ષના ક્લાર્ક અને 30 વર્ષની જેડ યારબ્રોજ વચ્ચેના ઘર્ષણની તપાસ ચાલી રહી છે.