મુંબઈ: માત્ર વ્યક્તિઓને અતિક્રમણકર્તા તરીકે લેબલ લગાવવું કે પછી તેમને વિસ્થાપિત કરવી એ કોઇ ઉકેલ નથી અને આ મુદ્દાને માત્ર બુલડોઝર તહેનાત કરવાને બદલે અતિક્રમણના મુદ્દાને વધુ ધ્યાનમાં રાખવું જોઇએ, એવું હાઈ કોર્ટે સોમવારે સરકારી સંસ્થાઓને જણાવ્યું હતું. શું પશ્ર્ચિમ રેલવે, પાલિકા કે પછી એમએમઆરડીએ પાસે કોઇ પુનર્વસન નીતિ છે, એવો સવાલ હાઈ કોર્ટે પૂછ્યો હતો. અરજી રેલવે સત્તાવાળાઓ દ્વારા તેના રહેવાસીઓને રજૂ કરાયેલી ખાલી કરાવવા અને તોડી પાડવાની નોટિસને પડકારતી હતી, કારણ કે તેઓ તેની મિલકત પર અતિક્રમણ કરી રહ્યા હતી. બેન્ચે પશ્ર્ચિમ રેલવે, એમએમઆરડીએ અને પાલિકા પાસેથી માહિતી માગી હતી કે શું તેમની પાસે કોઇ પુનર્વસન નીતિ અથવા કોઇ સિસ્ટમ છે અને તેની યોગ્યતાના માપદંડ શું છે.
દરેક સમયે આવી વ્યક્તિઓને માત્ર અતિક્રમણકર્તા તરીકે લેબલ લગાવવું જરૂરી છે, શું તમારી પાસે સમસ્યાનો કોઇ જવાબ નથી. કેટલીક વાર વિસ્થાપનનું પ્રમાણ કલ્પનાની બહાર હોય છે. એ સ્થળ પર માત્ર બુલડોઝર તહેનાત કરવાને બદલે વધુ વિચારપૂર્ણ રીતે સંબોધવામાં આવે તો સારું કહેવાય, એવું કોર્ટે કહ્યું હતું. પશ્ર્ચિમ રેલવે દ્વારા ૭મી ફેર્બ્રુઆરી સુધીમાં ૧૦૧ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. કોર્ટે તેના આદેશમાં એવું પણ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ રેલવે અને સત્તાવાળાઓએ ડિમોલિશન અભિયાન હાથ ધર્યું હતું ત્યારે ડિસેમ્બર, ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોનં પાલન કર્યું ન
હતું. (પીટીઆઈ) ઉ