Homeવાદ પ્રતિવાદમન, હૃદય, પર વધતા જતા બોજને જાણવાનો કદી પ્રયત્ન કર્યો છે?

મન, હૃદય, પર વધતા જતા બોજને જાણવાનો કદી પ્રયત્ન કર્યો છે?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ઉર્દૂ ભાષાનો એક પ્રચલિત શબ્દ છે ‘ઝમીર’. જેનો આપણી ગુજરાતી ભાષામાં સરળ અર્થ થાય છે – મન, હૃદય, દિલ. આ ઝમીર પરનો બોજ ગરીબ, માલદાર, દુ:ખી કે સુખી સૌને વ્યાકુળ બનાવી રહ્યા પાછળનુું કારણ આપણે કદી જાણવાનો, તેનો અહેસાસ કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો?
દિલોદિમાગ પર વધતા જતા આ બોજને મોમીનો દૂર કરવા માગતા હોય તો તેમણે અત્રે દર્શાવેલ પાંચ બાબતોથી પોતાને હંમેશ માટે દૂર રાખવી જોઈએ:
ગુનાખોરીના આ યુગમાં માણસને સેતાન ઇબ્બીસે પોતાના સંકજામાં કેદ કરી લીધા છે ત્યારે સારા-નરસાં કર્મ વચ્ચેના ભેદને જે સમજી શકે તેનો અંતરાત્માં હજુ જીવંત છે એમ સમજવું રહ્યું.
જે કાર્ય પર અમલ કરવા દિલ ના પાડતું હોય તેની અવગણના કરીએ તો તેનો ભાર હૃદય પર ધીમે ધીમે વધતો જવાનો અને છેવટે બરબાદી સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી.
એવાં તે કયાં કાર્યો છે કે જેનું આચરણ અમલમાં મૂકવાથી ઈન્સાનનું ઝમીર ભીતરથી તેને મના કરતું હોય? દીને ઇસ્લામના ઉમદા સબકમાં આ રહ્યાં તેના મહત્ત્વનાં પાંચ કારણો: ૧) જે કામ કરવાથી સ્વયં પોતાના જાતને જ નુકસાન થવા પામતું હોય, દાખલા તરીકે ક્રોધ, કુથલી, લાલચ, વેરવૃત્તિ, અભિમાન, અદેખાઈ અને નશો. ૨) જેના આચરણથી કુટુંબ – કબીલાને નુકસાન પહોંચતું હોય, જેમ કે મા-બાપ, ભાઈ-બહેન, પતિ-પત્ની, આલ-ઔલાદના હકો – અધિકારોની અવગણના કરવી. ૩) જે કાર્ય થકી કોમ, સમાજ, દેશને નુકસાન પહોંચે, ઉદાહરણ તરીકે સિદ્ધાંતોને નેવે મૂકવા, ધાર્મિક – સામાજિક સેવાના કાર્યમાં રાજકારણ આણવું, પ્રામાણિક સલાહકારની અવગણના કરવી, નીચલા અને કમજોર વર્ગ પ્રત્યે સુગ બતાવવી તેમજ સત્તાનો એકહથ્થુ ઇસ્તેમાલ કરવો. ૪) જે કૃત્ય આચરવાથી મુલ્ક-વતનને હાનિ પહોંચતી હોય પછી તે દેશ-રાજ્ય ઇસ્લામી હોય કે ગેરઈસ્લામી, પરંતુ વતનની મહોબ્બત ઇમાનનો જ એક ભાગ હોય જેમ આયતમાં ઇર્શાદ છે – ‘હિઝબુલ વતન મિન્નલ ઇમાન’ (વતન પ્રેમ એ ઇમાનનો એક ભાગ છે) તે મુજબ એ પર અમલ ન કરી, પોતાના મનઘડત અર્થ કાઢી તેને ધીક્કારતા રહી એથી વિરુદ્ધ આચરણ કરવું અને ૫ – જે કામ કરવાથી પોતાના મઝહબને અને અન્યોના ધર્મને નુકસાન પહોંચે, તેની બુનિયાદ હચમચી જાય એવા કામ કરવાથી કજ્ઞફમ જ્ઞક્ષ ભજ્ઞક્ષતભશયક્ષભય (ઝમીર પરનો બોજ) સતત વધતો જવાનો પરિણામ ચેન, શુકુન, શાંતિ હણાઈ જવાની.
ઇતિહાસ સાક્ષી છે કે, હકીકત (સત્ય) ઇસ્લામને બરબાદ કરવામાં ઉપરોક્ત દર્શાવેલાં કાર્યોએ જ મોટો ભાગ ભજવ્યો છે. ઉદાહરણ તરીકે જોઇએ તો ઉમ્ર ઇબ્ને સાદ જે યઝીદનો સીપેહસાલાર હતો તેનું વ્યક્તિત્વ પયગંબરે અકરમ અલૈયહિ સલ્લામના જમાનામાં ઊંચું ગણાતું હતું કારણ કે તે રસુલે કરીમ (સલ.)ના એક ખાસ સહાબી (સંગાથી) સાદ બીન અબી વકાસનો દીકરો હતો એને એહલે બૈત (રસૂલે ખુદાની ઔલાદ) તથા ફરઝંદે ફાતેમા અલૈયહિ સલ્લામની ઇજ્જત કરતો હતો, પરંતુ આ એ જ ઇબ્ને સાદને જ્યારે યઝાદના ગવર્નર ઇબ્ને ઝિયાદે હુકમ કર્યો કે કરબલામાં હઝરત ઇમામ હુસેન અલૈયહિ સલ્લામનું શીર ઉતારી પોતાની પાસે મોકલે અને તેના ઈનામરૂપે તે એને ‘રૈ’ નામના પ્રાંતની ગવરનરી આપશે. જ્યારે ઈબ્ને સાદને આ લાલચ આપવામાં આવી તો તે રાતે તેની ઊંઘ વેરણ થઈ ગઈ. એક બાજુ તેના દિલમાં અજવાળું હતું જે તેને કહી રહ્યું હતું કે, ‘અય સાદ! આ તું શું કરી રહ્યો છે? હઝરત ફાતેમા અલૈયહિસલ્લામના ફરઝંદનું તું માથું ઉતારીશ? કે જેને તેના નાનાજાન પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ ચુમતા હતાં. આ પ્રમાણે તેનું ઝમીર અંદરથી મનોમન તેને મના કરતું હતું, પરંતુ બીજી તરફ પેલો મલઉન ઇબ્ને ઝિયાદ તેને કહી રહ્યો હતો કે, ‘અય સાદ! શું તેને ‘રૈ’ની ગવરનરી નથી જોઈતી? બસ, આ સાંભળી તેના દિલમાં વસેલા પેલા લાલચ-પ્રલોભનનાં અંધારાએ અજવાળાં પર વર્ચસ્વ મેળવી લીધું અને તે મહાન હઝરત ઇમામ હુસેન અલૈયહિ સલ્લામનો કાતીલ બની જહન્નમ વાસિલ થઈ ગયો.
બોધ: દુન્યવી લાલચ પછી તે ઉપર વર્ણવેલા પાંચ પ્રકારના હોય કે અન્ય કોઈ! ઝમીર જે બાબતની મનાઈ કરતું હોય તે કાર્યને અંજામ આપવાથી દિલ પરનો બોજ વધી જવા પામે છે અને તે કુટુંબ-સમાજ માટે ખતરનાક બની રહે છે.
એક સાચો – ઇમાનદાર મોમિન મુસલમાન એ છે, જે નિશ્ર્ચિત કરી લે કે ગમે તે સંજોગોમાં – સ્થિતિમાં ખોટું કાર્ય કરશે જ નહીં અને આયતો, કથનો, રિવાયતોના અર્થોનું અર્થઘટન સાચું કરશે અને દીને ઇસ્લામના આદેશો – ઉપદેશો – હિદાયતો પર શક્ય પ્રમાણે અમલ કરવા પ્રયત્ન કરતો રહેશે તો તે પોતાના ઝમીર પરનો બોજ સદા હળવો ફૂલ જેવો રાખી શકવા સમર્થ નીવડી શકશે.
સચ્ચાઈ:
ઇસ્લામ કલમો, નમાઝ, રોઝા, હજ વગેરે પૂરતો મર્યાદિત ધર્મ નથી. અમલ વગર સઘળું નકામું, મિથ્યા છે.
આજની આજીજીભરી
યાચના:
* યા અલ્લાહ! મારી ભલાઈ મારા દિલમાં નાખી દે અને મારા નફસ (મનેચ્છાઓ)ની બુરાઈથી બચાવી લે.
* યા અલ્લાહ! હું તારાથી સારાં કામો કરવાની, ખરાબ કામોને છોડવાની અને મહોતાજો સાથે મોહબ્બત કરવાની તૌફીક (સાચી સમજ) માગું છું અને આ વાત પણ કે તુ મને માફ કરી દે અને મારી પર રહેમ (કૃપા) કર અને જ્યારે તું કોઈ કોમને આઝમાઈશ (કસોેટીમાં) નાખવાનો ઈરાદો (નિર્ણય) કરે તો મને અજમાવ્યા વિના જ ઉપાડી લેજે.
* યા અલ્લાહ! હું તારાથી તારી મહોબ્બત માગું છું અને માણસની મોહબ્બત જે તારાથી મોહબ્બત રાખતો હોય અને તેવું કામ જે મને તારી મોહબ્બત નસીબ કરે, એ ચાહું (ઇચ્છું) છું.
* યા અલ્લાહ! મારા દિલમાં તારી મોહબ્બતને મારી જાન, મારા કુટુંબીજનોને ઠંડા પાણીથી વધુ વહાલી બનાવી દે.
* યા અલ્લાહ! મને તારી મોહબ્બત અતા કર અને લોકોની મોહબ્બત જેની મોહબ્બત મારા માટે તારા દરબારમાં લાભદાયી હો.
* યા અલ્લાહ! જેવી રીતે તેં મને પોતાના પસંદિત નેઅમતો અતા કરી છે, તો હવે એવી જ રીતે એ નેઅમતોને એવાં કામોની અદાયગીમાં તાકતકારક બનાવી દે, જે તને પસંદ છે.
* યા અલ્લાહ! મારી જે પસંદિત નેઅમતોને તેં મારાથી રોકી લીધી છે તે હવે એના વિચાર સુધ્ધાંથી તું મારા દિલને ખાલી કરીને એવાં કામોમાં મગ્ન કરી દે જે તને પસંદ છે.
* અય દિલોના ફેરવનારા! મારા દિલને પોતાના દિન પર મક્કમ રાખ.
* યા અલ્લાહ! હું માગું છું, તારાથી એવું ઇમાન જે છૂટવા ન પામે અને એવી નેઅમત કે જે ખતમ થવા ન પામે.
* અંતે અમારા પ્યારા નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમનો સહવાસે જન્નતના સૌથી ઊંચા દરજ્જામાં જે હંમેશ રહેવાની જન્નત છે એ અતા કર.
– અલી અકબર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -