Homeદેશ વિદેશઆ ટ્રેન માટે અટકાવી દેવામાં આવે છે રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોને...

આ ટ્રેન માટે અટકાવી દેવામાં આવે છે રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોને પણ…

ભારતીય રેલવે દ્વારા દરરોજ 10,000 ટ્રેનો દોડાવવામાં આવે છે પણ એ હજારો ટ્રેનમાંથી અમુક ટ્રેનોને અન્ય ટ્રેનોની સરખામણીએ પ્રાયોરિટીઝ આપવામાં આવે છે. રેલવે દ્વારા આ ટ્રેનોને હાયર પ્રાયોરિટી પર દોડાવવામાં આવે છે. આ ટ્રેનો એટલી બધી મહત્વની છે કે જો કોઈ ટ્રેન તેના રૂટ પર આવે તો રેલવે ઉચ્ચ પ્રાથમિકતાવાળી ટ્રેનોનો ટ્રેક ક્લિયર કરવા માટે અન્ય ટ્રેનોને રોકી દેવામાં આવે છે. આ ટ્રેનોને પ્રાયોરિટી આપવામાં આવે છે, કારણ કે રેલવે આ ટ્રેનોને અમુક ચોક્કસ હેતુ માટે દોડાવવામાં આવે છે. જેમાંથી કેટલીક સુપરફાસ્ટ અથવા એક્સપ્રેસ ટ્રેનો છે. ચાલો જોઈએ કે આખરે ભારતીય રેલ્વેની પ્રાથમિકતા યાદીમાં કઈ ટ્રેનો ટોપ પર છે…

ARM ટ્રેન
એક્સિડેન્ટલ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટ અથવા ARMએ ઉચ્ચ પ્રાથમિકતાવાળી ટ્રેનોમાં આવે છે કે જે કટોકટીના સમયમાં અથવા અકસ્માત પછી દોડાવવામાં આવે છે. આ ટ્રેનો રાહત કાર્ય માટે કે પછી દવાઓ અને તબીબી સાધનો લઈને ઘટનાસ્થળ સુધી પહોંચે છે. આગળ ટ્રેક પર રહેલી કોઈ પણ ટ્રેનને એઆરએમઈ ટ્રેન અકસ્માત સ્થળે પહોંચવા માટે અને રાહત સામગ્રી પહોંચાડવા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે રોકવામાં આવે છે. આ ટ્રેનો આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પણ જાય છે.

રાષ્ટ્રપતિ કે પછી વીવીઆઈપી ટ્રેન્સ


આ ટ્રેનો ભારતના રાષ્ટ્રપતિ અથવા અમુક ખાસ વીવીઆઈપીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ચલાવવામાં આવે છે. આ ટ્રેનો એટલી મહત્વની છે કે તેને રાજધાની ટ્રેનો કરતાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
ઉપનગરીય ટ્રેન

લોકલ ટ્રેન કે અન્ય ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેનો સૌથી ઓછી મહત્વની છે. પરંતુ પીક અવર્સ કે પછી ધસારાના સમયે અન્ય ટ્રેનોએ ઉપનગરીય ટ્રેનોને પાસ આપવાના હોય છે.આ ચોક્કસ સ્થળના નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

સુપરફાસ્ટ ટ્રેન
ભારતીય રેલવે દ્વારા સુપરફાસ્ટ ટ્રેનોને તેમની સ્પીડ, હોલ્ટ્સ, નંબર અને પ્રાથમિકતાના ક્રમના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. દેશની તમામ સુપરફાસ્ટ ટ્રેનોમાં રેલવે દ્વારા રાજધાની ટ્રેનોને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. રાજધાની એક્સપ્રેસ ટ્રેનો બાદ શતાબ્દી ટ્રેન, દુરંતો એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, ગરીબ રથ એક્સપ્રેસ, ડબલ ડેકર એક્સપ્રેસ અને જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

મેલ/એક્સપ્રેસ ટ્રેનો
મેલ અને એક્સપ્રેસ ટ્રેનો લાંબા અંતરની ટ્રેન છે જે દેશના એક ભાગને બીજા ભાગ સાથે કનેક્ટેડ રાખે છે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો તેમના રૂટ અને સમયની દ્રષ્ટિએ એકદમ સમાન છે. પરંતુ સ્ટોપની સંખ્યા અને ઝડપ તેમને એકબીજાથી અલગ પાડે છે. સુપરફાસ્ટ ટ્રેનો પછી તેઓ પ્રાથમિકતાની યાદીમાં છે.

લશ્કરી વિશેષ ટ્રેનો


આ ટ્રેનના નામ પરથી જ કહી શકાય છે કે આ ટ્રેનોનો ઉપયોગ લશ્કરી કર્મચારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવામાં આવે છે. આ ટ્રેનોનો ઉપયોગ સૈનિકોને તેમની તાલીમ પૂર્ણ કર્યા પછી સરહદ પર લઈ જવા માટે પણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -