મુંબઈઃ બોલીવૂડમાં સેક્સી લૂક ધરાવનારી અભિનેત્રીઓમાં દિશા પટની, ઈશા ગુપ્તા, કીર્તિ સેનન, શ્રુતી હસન, જેકલીન વગેરેનું નામ લેવાય છે, પરંતુ આ બધામાં દિશા પટની તેના હોટ લૂક અને ફેશનેબલ કપડાને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે અને ટીકાનો પણ સામનો કરે છે. તાજેતરમાં દિશા પટની સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિસેપ્શનમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી, અને લોકોએ તેની જોરદાર ટીકા કરી હતી. આમ છતાં મંગળવારે ફરી તેન બોલ્ડ ફોટોગ્રાફ શેર કરીને સંતોષ માન્યો હતો. વેલેન્ટાઈનના દિવસે દિશા પટનીએ ફરી બોલ્ડ ફોટોગ્રાફ અને રીલ મૂકી છે, જેમાં રીલમાં એકદમ બેકલેસ ડ્રેસ પહેર્યો છે, જેમાં અડધોઅડધ પીઠ જોવા મળતી હતી. રીલના વીડિયો સિવાય ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ મૂક્યા હતા. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સજ્જ દિશાના ફોટોગ્રાફને સાત લાખથી વધુ લોકોએ લાઈક કર્યા હતા. વધતા સોશિયલ મીડિયા પરના ક્રેઝને લઈને બોલીવૂડના નિષ્ણાતો માને છે કે રાતોરાત લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો આ શોર્ટ કટ લાગે છે, જ્યારે બ્રેકઅપનું ફર્સ્ટ્રેશન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિસેપ્શનમાં હાજર રહેલી દિશા પટનીના બોલ્ડ અંદાજને સોશિયલ મીડિયા પર પહેલી વખત લોકોએ વખોડી નાખ્યો હતો.
સેક્સી બેકલેસ ટોપની સાથે હોટ થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટમાં દિશા પટની જાણે બેલે ડાન્સ કરવા આવી હોય એવું લોકોને લાગ્યું હતું. અનેક લોકોએ તો તેને એટલે સુધી ટ્રોલ કરી હતી કે તેના પર વ્યક્તિગત ટિપ્પણી પણ કરી હતી. લોકોએ કહ્યું હતું કે કલબમાં આવી કે રિસેપ્શનમાં? ઘણા લોકોનું ધ્યાન દિશા પટનીના અનકમ્ફર્ટેબલ ડ્રેસ પર પણ ગયું હતું. અને અનેક યૂઝર્સે લખ્યું હતું કે લગ્નના રિસેપ્શનમાં આવો ડ્રેસ પહેરીને શા માટે આવી? ઉપરાંત, બીજા યૂઝર્સે લખ્યું હતું કે ‘લગ્નના રિસેપ્શનને સ્વિમવિયર કેલેન્ડર લૉન્ચ સમજી લીધુ હતું. બીજા એક યૂઝર્સે લખ્યું, ‘તે ક્યારેય પણ થાઈ બતાવ્યા વગર રહી શકે નહીં. આ બોલિવૂડની ઉર્ફી છે. કોઈ મોટી વાત નથી ટાઈગર શ્રોફે તેની સાથે બ્રેકઅપ કરી લીધું છે. 2015માં તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ધોની અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાંથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી દિશા પટની 27 જુલાઈ, 1995માં જન્મી હતી. આ અગાઉ ડિસેમ્બર, 2022માં પણ એકદમ બોલ્ડ ડ્રેસના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેને વખોડી નાખી હતી.