Homeદેશ વિદેશપીએફ કપાય છે? UAN નંબર ભૂલી ગયા છો? આ રીતે જાણો તમારો...

પીએફ કપાય છે? UAN નંબર ભૂલી ગયા છો? આ રીતે જાણો તમારો UAN નંબર

તમારા પગારમાંથી પીએફ કપાય છે તો તમને તમારો UAN નંબર ખબર હોવું ખૂબ જ મહત્ત્વનું છે. પગારમાંથી પીએફ એટલે જ કે પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય તો એ કર્મચારી ભવિષ્ય નિર્વાહ નિધિ સંઘટના (ઈપીએફઓ)ના ખાતામાં જમા થાય છે. દરમિયાન દરેક એક્ટિવ પીએફ એકાઉન્ટ માટે એક UAN નંબર આપવામાં આવે છે. આ 12 અંકનો નંબર હોય છે. દરમિયાન પીએફ એકાઉન્ટ માટે આ આંકડો ખૂબ જ મહત્ત્વનો હોય છે. એકાઉન્ટ લોગ ઈન કરતી વખતે આ 12 અંકનો નંબર નાખવો પડે છે.

UAN નંબરથી તમે તમારા પીએફ એકાઉન્ટમાં રહેલી બેલેન્સ ચેક કરી શકો છો તેમ જ પીએફ ઉપાડવા સહિતના અન્ય મહત્ત્વના કામો કરી શકો છો. પણ શું થાય જ્યારે તમે તમારો આ UAN નંબર જ ભૂલી જાવ કે પછી તમને આ નંબર ખબર ના હોય તો? ડોન્ટ વરી આજે અમે અહીં તમને આ UAN નંબર કઈ રીતે જાણી શકો છો મેળવી શકો છો એના વિશેની માહિતી આપશો.

અહીં નીચે આપેલી કેટલીક સિમ્પલ ટિપ્સથી આ UAN નંબર જાણી શકો છો-

  • સૌથી પહેલાં તમે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ અને ત્યાં તમને જમણી બાજુએ આપવામાં આવેલા સર્વિસ ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
  • ત્યાર બાદ તમને બીજા અનેક ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે My Employeesના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ ઓપ્શન પર ક્લિક કરતાં જ એક નવી વિન્ડો ઓપન થશે અને તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ત્યાં સર્વિસ ઓપ્શન પર જમણી બાજુએ એક ઓપ્શન દેખાશે, જેમાંથી એક હશે મેમ્બર UAN/ ઓનલાઈન સેવા (OCS/OTCP) દેખાશે.

આ ઓપ્શન પર ક્લિક કરો.
– ત્યાર બાદ તમને મહત્ત્વના લિંક્સ અંતર્ગત Know your UAN પર ક્લિક કરવું પડશે.

– હવે બીજી નવી વિન્ડો ઓપન થશે, જ્યાં તમારે મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખવું પડશે.

– આ નંબર તમારો રજિસ્ટર્ડ નંબર હશે જે તમે પહેલાંથી જ લિંક કરાવી રાખ્યો હશે.

– ત્યાર બાદ તમારી પાસે એક ઓટીપી આપશે આ ઓટીપી ત્યાં નાખવો પડશે અને સ્ક્રીન પર તમારી તમારું નામ, ડેટ ઓફ બર્થ, આધાર કાર્ડ નંબર વગેરે માહિતી આપવી પડશે.

– આટલી માહિતી આપ્યા બાદ તમને Show my UAN પર ક્લિક કરવું પડશે. આના પર ક્લિક કર્યા બાદ તમને તમારી સ્ક્રીન પર UAN નંબર દેખાશે.

– આ કામ તમે મેસેજ દ્વારા પણ કરી શકો છો. આ માટે તમારે EPFOHO UAN Number એવું લખીને 7738299899 નંબર પર મેસેજ મોકલાવવો પડશે અને તમને તમારો UAN નંબર મેસેજમાં મોકલાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -