નવી દિલ્હીઃ રેલવેમાં પ્રવાસ કરવાનું બધાને ખૂબ જ પસંદ આવે છે અને લાંબા અંતરના પ્રવાસ અને બજેટ ટ્રાવેલ માટે રેલવે એ ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. દેશના તમામ મોટા મોટા શહેરો રેલવે નેટવર્ક સાથે સારી રીતે જોડાયેલા છે. રેલવે લોકોને ખૂબ જ ઓછી કિંમતમાં લોકોને લાંબા અંતરની મુસાફરી કરવાનો ચાન્સ આપે છે, પણ એની સાથે સાથે જ રેલવે દ્વારા લોકોને એક એવી સુવિધા પણ ફ્રીમાં આપવામાં આવી રહી છે જેની જાણકારી ખૂબ જ ઓછા લોકોને છે અને આજે એના મહત્ત્વની જાણકારી અમે તમને આપવા જઈ રહ્યા છે. ટ્રેનને આવવાને વાર હોય કે કોઈ કારણસર ટ્રેન લેટ થઈ હોય ત્યારે પ્રવાસીઓએ રેલવે સ્ટેશન પર સમય પસાર કરવો પડે છે અને આ ઈંતેજારના સમયે ઘટાડવા માટે રેલવે દ્વારા વેઈટિંગ રુમ સહિતની અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. આવી જ અનેક સુવિધાઓમાંથી એક છે ફ્રી વાઈ-ફાઈ. રેલવે દ્વારા મોટાભાગના રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપવમાં આવે છે, પણ ઘણા લોકો એવા છે કે જેમને એના વિશે જાણકારી નથી. હવે જ્યારે પણ તમે રેલવેમાં પ્રવાસ કરી રહ્યા હોવ અને સ્ટેશન પર સમય પસાર કરવો હોય તો રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા આ ફ્રી વાઈ-ફાઈ સુવિધાનો લાભ લેવાનું ચૂકશો નહીં!