Homeઆપણું ગુજરાતહવે ક્રુઝની મજા લેવા ગુજરાતીઓએ ગોવા નહીં જવું પડેઃ અહીં શરૂ થઈ...

હવે ક્રુઝની મજા લેવા ગુજરાતીઓએ ગોવા નહીં જવું પડેઃ અહીં શરૂ થઈ રહ્યું છે ફ્લોટિંગ રેસ્ટોરાં

ગોવામાં લોકો ક્રૂઝનો આનંદ લેવા પણ જતા હોય છે. સમુદ્રમાં તરતા જહાજ અને તેમાં રહેવા જમવા કરવાની મજા લેવા લોકો જાય છે. ત્યારે હવે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જ તમને ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણવા મળી જશે. જે પણ કોઈ અમદાવાદ આવે તે રિવરફ્રન્ટની મુલાકાત લેતા હોય છે.

રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટના સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ ક્રુઝ શરુ થવા જઈ રહ્યું છે. આ ક્રુઝના વિવિધ ભાગો અમદાવાદ પહોંચી ગયા છે અને ત્રણ મહિનામાં તેને એસેમ્બલ કરવામાં આવશે, તેવી જાણકારી મળી છે. અહીં ક્રુઝમાં બેસવા માટે ફૂડ ઓર્ડર કરવું ફરજીયાત રહેશે. સમગ્ર દિવસ દરમિયાન આ ક્રુઝ કાર્યરત રહેશે. સાથે મ્યુઝિકલ થીમનો પણ અહીં આવનારા લોકો લાભ લઇ શકશે. આ સાથે અહીં તમે નાનકડા ફંકશન જેવા કે બર્થ ડે પાર્ટી, કે ગેટ ટુગેધર વગેરે માટે ક્રુઝ આખા દિવસ માટે ભાડે લઈ શકો તેવી વિચારણા પણ ચાલી રહી છે.
125-150 લોકો એક સાથે ક્રુઝમાં સવાર થઇ શકશે. જો કે આ માટે લોકોએ કેટલો ચાર્જ આપવો પડશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ ક્રુઝમાં લોકો મિનિમમ 30-45 બેસીને ફરી શકશે. જુદી જુદી સેવાઓનો ચાર્ટ તેના ચાર્જ સાથે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ક્રુઝ રિવરફ્રન્ટના ગાંધી બ્રીજથી સરદાર બ્રીજ વચ્ચે કાર્યરત કરવામાં થશે. લોકો અહીં પરિવારના સભ્યો સાથે આવી શકશે. અથવા તો પાર્ટી કે ઉજવણીનું આયોજન પણ કરવામાં આવશે. આ ક્રુઝ વલસાડના ઉંમરગામથી અહીં આવ્યું છે. જેને એસેમ્બલ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડ કંપની દ્વારા ઘણીવાર જાહેરાતો આપવામાં આવી છે. હાલમાં પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશિપના ધોરણે આ ક્રુઝ ચાલુ થશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -