કતારઃ ફૂટબોલ વર્લ્ડકપ 2022ના રવિવારે રાતના ઈંગ્લેન્ડ અને સેનેગલની વચ્ચે શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે 3-0ની તોફાની જીત સાથે હવે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. હવે લાસ્ટ એઈટમાં ઈંગ્લેન્ડની સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સાથે રમશે. આ મેચ આખા વર્લ્ડકપની હાઈવોલ્ટેજ ટક્કર સાબિત થઈ શકે છે.
ઇંગ્લેન્ડ અત્યાર સુધીમાં એક પણ મેચ હાર્યું નથી. પૂલ સ્ટેજમાં તે ઈરાન અને વેલ્સને હરવ્યાં હતા, જ્યારે અમેરિકાની સામે હેરી કેનની આગેવાની હેઠળની મેચ ડ્રોમાં પરિણમી હતી. ઇંગ્લેન્ડને જીત અપાવવામાં ફિલ ફોડેનનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું અને તેની મદદથી બે ગોલ કરવામાં આવ્યા હતા, જ્યારે જોર્ડન હેન્ડરસન, હૈરી કેન અને બુકાયો સાકાની ત્રણેય પ્લેયરે ફોડેન અને જુડ બેલિંઘમના શાનદાર મદદને ગોલમાં ફેરવી નાખ્યા હતા અને ટીમ અંતિમ આઠમાં સ્થાન મળ્યું છે.
પહેલો ગોલ ઈંગ્લેન્ડે 38મી મિનિટમાં જોર્ડનને જૂડની મદદથી કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ પહેલા હાફની છેલ્લી મિનિટમાં હૈરી કેનને ફોડેન બોલ પાસ કરતા શાનદાર ગોલ કર્યો હતો, જ્યારે બીજા હાફમાં 57મી મિનિટમાં સાકાએ ત્રીજો ગોલ ફોડેનના શાનદાર પાસને કારણે ગોલ કર્યો હતો અને છેલ્લે સુધી તેમાંથી સેનેગલ બાકાત રહી શક્યું નહોતું. અલબત્ત, શરુઆતથી લઈને અંત સુધી ઈંગ્લેન્ડ આખી મેચ પર શાનદાર પકક્ડ જમાવતા જીત મેળવી હતી. અત્યાર સુધીમાં ચાર ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે, જ્યારે પોલેન્ડ, અમેરિકા, સેનેગલ અને ઓસ્ટ્રેલિયાને બહાર થવાની નોબત આવી છે.