Homeધર્મતેજઅનંત આશ્ર્ચર્ય

અનંત આશ્ર્ચર્ય

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં ભગવાનના દિવ્ય વર્ણ અને આકૃતિયુક્ત વિગ્રહનો પરિચય આપ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ અનંત આશ્ર્ચર્યસમું પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરી રહ્યા છે, તેને સમજીએ.
પરમાત્માના અત્યંત અદ્ભુત દિવ્યદેહમાંથી નીકળતું તેજ હજારો સૂર્યના તેજને ઝાંખું પાડે તેવું છે. વિશ્ર્વવ્યાપી અનંત એવું આ સ્વરૂપ અગણિત આશ્ર્ચર્યોથી ભરેલું છે. તેની રૂપરેખા આપતાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે
“पश्यादित्यान्वसून् रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदष्टपूर्वाणि पश्याश्वर्याणि भारत॥11-6 ॥
અર્થાત
“હે ભારત! આદિત્યોને, વસુઓને, રૂદ્રો, અશ્ર્વિનીકુમારોને તથા મરુતો ને તું નિહાળ. પૂર્વે ન જોયેલા એવા ઘણા આશ્ર્ચર્યો ને તું જો. વળી, આગળના શ્ર્લોકમાં કહે છે કે “હે ગુડાકેશ! અહીં મારા દેહમાં એક જ સ્થળે રહેલા સ્થાવર જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો. અને બીજું છે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો.
પરમાત્મા અનંત આશ્ર્ચર્યોથી ભરપૂર છે. તેમને આધારે રહેલી આ સમગ્ર સૃષ્ટિ પણ અનંત આશ્ર્ચર્ય ઉપજાવે છે. પૃથ્વી અવકાશમાં સ્થિર રહી ઘૂમી રહી છે. તારામંડળ અવકાશમાં અધ્ધર રહેલું છે. વાદળા બંધાય છે અને વરસે છે. સૂર્ય-ચંદ્ર નિયમિતપણે ઉદય અને અસ્ત પામે છે. અફાટ જળરાશિ ધરાવતો સમુદ્ર તેની મર્યાદામાં રહે છે. આ આશ્ર્ચર્ય નથી તો બીજું શું છે?
યુઝાન સેરેનન એપોલો-૧૦ અવકાશયાનમાં ચંદ્ર પર ગયો ત્યારે ત્યાંથી પૃથ્વીને જોઈને બોલેલો, “મને પૃથ્વી જોતાં લાગ્યું કે બ્રહ્માંડનો રચયિતા કોઈક છે. પૃથ્વી ધરી પર ફરે છે અને ડગેમગે નહીં તે વાત તર્ક અને સમજણશક્તિની બહારની વસ્તુ છે. પૃથ્વી ચોકસાઈથી ઘૂમી રહી છે તેનું કારણ કોઈ અકસ્માત નથી.
અને એથી અધિક આશ્ર્ચર્યકારી તો મનુષ્યનું સર્જન છે. જળના એક બિંદુમાંથી ધીરે ધીરે આંખ, કાન, નાક, હાથ, પગ વગેરે અંગો વિકાસ પામી સંપૂર્ણ મનુષ્ય બને છે. આવા અનંત આશ્ર્ચર્યો સર્જનાર પરમશક્તિ પરમાત્મા સિવાય બીજા કોની પાસે હોઈ શકે? ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ભક્તને પોતાના ભગવાન વિશે રાખવાની સમજણની સ્પષ્ટતા કરતાં કહે છે કે “… એવા અનંત આશ્ર્ચર્ય છે જે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ર્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જ થાય છે અને આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે
વડે જ થાય છે.
અહીં સહેજે જ વિચાર થાય કે અત્યારે તો પરમાત્મા પ્રત્યક્ષ નથી તો આપણે કેમ સમજવું? પરંતુ પરમાત્મા તો અતિ દયાળુ છે. કોઈને નોંધારા મૂકે તેમ નથી. એટલે જ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ કે જે અનંત શુભગુણેયુક્ત જે ગુણાતીત સંત હોય તેમાં સાંગોપાંગ તેઓ રહે છે. અને ભગવાનના પ્રતાપથી તેવા સંત પણ અનેક પ્રકારના ઐશ્ર્વર્યને પામે છે. આવા ગુણાતીત સંતનો મહિમા ગાતા ભક્ત કવિ કબીરજી કહે છે “સાહબકા ઘર સંતન માહી, સંત સાહબ કછુ અંતર નહિ. એવા સંત પરમાત્મા જેવા સમર્થ હોય છે.
હોલેન્ડમાં વસતાં અધ્યાપક શ્રી હનકોપ ૧૯૭૧માં વિશ્ર્વ યાત્રાએ નીકળ્યા હતા. તેઓને ભારતમાં ગોંડલમાં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થયાં. થોડા સમય બાદ તેઓ વિદાય લઈને કરાચી પહોંચ્યા. એક દિવસ તેઓ દરિયાકિનારે ગયા. તે સમયે ટ્યુબમાં બેસીને દરિયાના પાણીમાં કેટલાક નાના છોકરાઓ રમતા હતા. ત્યારે એક છોકરાના હાથમાંથી ટ્યુબ છૂટી ગઈ અને દરિયાના મોજામાં તણાઈ ગઈ. સમુદ્રમાં તરવાનો અનુભવ ધરાવનાર શ્રી હનકોપે છોકરાને રડતો જોઈ સમુદ્રમાં ઝંપલાવ્યું. આગળ ને આગળ જતી ટ્યુબને છેવટે પકડી લીધી. ટ્યુબના સહારે કિનારે પહોંચવાનો વિચાર કરતા હતા ત્યાં જ સામેથી આવી રહેલી મહાકાય શાર્ક માછલીને જોઈ, જે માણસને જોતાંવેંત જ મારી નાંખે. તેમને લાગ્યું કે ‘હવે બચવાની કોઈ સંભાવના નથી.’ એ વખતે જ એમને પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ થઈ આવી. તરત આંખ મીંચીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી પ્રાર્થના કરવા લાગ્યા. તેઓ ઝડપથી કિનારા તરફ તરવા લાગ્યા. તે વખતે તેમને ના પાણી કે ના આકાશ દેખાતું હતું પણ માત્ર પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ દેખાયા કરતી હતી. તેઓ કહે છે “શાર્કના મુખમાંથી કેવી રીતે પાછો કિનારે પહોંચી શક્યો એની મને ખબર જ નથી. અને મને એ વખતે પ્રતીતિ થઈ કે પ્રમુખસ્વામી મહારાજે મારી જિંદગી બચાવી છે.
એટલે જ ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે: ‘એ સંત તો બ્રહ્માંડમાં સર્વ જીવોની ઈન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -