શું તમે ક્યારેય જરૂરતથી વધુ ઈમોશનલ થઈ જાઓ છો? નાની નાની વાત પર ભાવુક થઈ જાઓ છો?
તો આ લક્ષણો દર્શાવે છે કે તમે ઈમોશનલી થાકી ગયા છો અને તમને બ્રેકની સખત જરૂર છે. કોઈપણ વ્યક્તિને જ્યારે આવું ફીલ થાય ત્યારે તે કોઈપણ ચીજો સાથે ડીલ કરી શકતી નથી અને તેની આડઅસર કરિયર અને સંબંધો પર પડે છે.
કારણ વગર ઈરિટેટ થવુંઃ
જો તમે નાની નાની વાતોને લઈને ઈરિટેટ થઈ જાઓ છો તો તમે ઈમોશનલી વધુ સ્ટ્રેસ થઈ ચૂક્યા છો. તમને નાની નાની વાતો પરેશાન કરે છે. આવી સ્થિતિમાં પોતાના ઈમોશનને કન્ટ્રોલ કરવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.
મોટિવેશનનો અભાવઃ
ઘણી વાર કામ માટે મોટિવેશન ન હોવાને કારણે પ્રોડક્ટિવિટી પર અસર થાય છે. આવી સ્થિતિમાં તમારું ફોકસ પૂરી રીતે બ્લર થઈ જાય છે, જેની સીધી અસર કરિયર પર થાય છે.
સતત બેચેનીનો અહેસાસઃ
જો તમે ઈમોશનલી થાકી ગયા છો તો તમને કારણ વગર બેચેનીનો અનુભવ થયા કરે છે. નાની નાની વાતને ઈને એન્ઝાઈટી અને સ્ટ્રેસ થયા કરે છે.
અનિંદ્રાની સમસ્યાઃ
મગજમાં સતત વિચારો આવવાને કારણે ઉંઘ પર પણ અસર થાય છે. ઘણી વાર અનિંદ્રાની સમસ્યા સર્જાય છે, જેને કારણે શરીરમાં અનેક બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. સૂતી વખતે વારંવાર આંખ ખૂલી જાય છે એ પણ ભાવનાત્મક થાકનું એક લક્ષણ છે.
કારણ વગર ભાવુક થવુંઃ
આવી સ્થિતિમાં ભાવનાઓ પર કાબૂ મેળવવો મુશ્કેલ થાય છે. એવામાં નાની નાની વાતો ખૂબ જ પરેશાન કરે છે અને રોવું આવી જાય છે.
ડાયટમાં ચેન્જઃ
જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો ત્યારે ખાવા-પીવાની સિસ્ટમમાં બદલાવ આવે છે. અમૂક લોકો આવી સ્થિતિમાં જરૂર કરતાં વધુ ખોરાક લે છે જ્યારે ઘણા કેસમાં ખાવા-પીવાનું અચાનક ઓછું થઈ જતું હોય છે.
ધ્યાન ન હોવુંઃ
ઘણી વાર તમારી આસપાસ બની રહેલી ઘટનાઓ પર ધ્યાન રહેતું નથી. કોણ શું કહે છે તેના પર ધ્યાન હોતું નથી. આવું ત્યારે થાય છે જ્યારે તમે ઈમોશનલી થાકી ગયા હોવ.ઘણા લોકોને લાગે છે કે આવી સ્થિતિમાં બ્રેક લેવો વ્યર્થ છે, પરંતુ જ્યારે તમે જરૂર કરતાં વધુ સ્ટ્રેસ ફીલ કરો ત્યારે બ્રેક લેવો જરૂરી છે. મન શાંત હશે તો નિર્ણય પણ યોગ્ય લઈ શકશો. ફોકસ નહીં હોય તો અંગત જીવનમાં મોટી ભૂલો કરતાં રહેશો.