Homeદેશ વિદેશઆધાર કાર્ડ પરના ફોટોને કારણે શરમાઈ જાવ છો? આ રહ્યું સોલ્યુશન...

આધાર કાર્ડ પરના ફોટોને કારણે શરમાઈ જાવ છો? આ રહ્યું સોલ્યુશન…

આધાર કાર્ડ, પેન કાર્ડ એ ભારતમાં રહેનારા નાગરિકો માટે મહત્ત્વના દસ્તાવેજો છે, પણ આ દસ્તાવેજો ઘણી વખત આપણને શરમમાં મૂકી દે છે. ઘણી વખત લોકોને આધારકાર્ડની કોપી આપતા શરમ આવે છે, કારણ કે એમાં ફોટોગ્રાફની ક્વોલિટી એટલી ખરાબ હોય છે કે તમે ખુદ પણ તમારી જાતને આ ફોટોમાં ઓળખી શકતા નથી. શું આધાર કાર્ડ પરનો તમારો ફોટો સારો નથી લાગતો, તો હવે રાહ કોઈની રાહ જોવાની જરૂર નથી, કારણ કે આ ફોટોને બદલાવવાનો સૌથી સહેલો રસ્તો અમે અહીં બતાવવા જઈ રહ્યા છીએ. આવો જોઈએ શું છે આ સરળ રીત-

Aadhaar Card Photo Change: UIDAI દ્વારા અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઑનલાઇન સુવિધા પ્રદાન કરતી હતી, પરંતુ હવે ઑનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામું બદલાવવા માટે ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇ-મેઇલ સરનામું અને ફોટોગ્રાફ બદલાવ જેવા અન્ય ફેરફારો માટે, તમારે ઑફલાઇન પ્રક્રિયા કરવી પડશે. આ માટે હવે તમારે બેંકમાં જવાની જરૂર નથી.

આ માટે આટલું જ કરો-

– સૌથી પહેલાં તો તમે UIDAIની ઓફિશિયલ વેબસાઇટને ઓપન કરો.

-ત્યાર બાદ Get Aadhaar ઓપ્શન પર ક્લિક કરો. જેમાં તમને અનેક ઓપ્શન જોવા મળશે જેમાં BOOK AN APPOINTMENT પર ક્લિક કરો.

– હવે આમાં તમને વળી બે ઓપ્શન જોવા મળશે Book an Appointment at UIDAI run Aadhaar Seva Kendra

– અને બીજો Book an Appointment at Registrar run Aadhaar Seva Kendra નીચે PROCEED TO BOOK APPOINMENT પર ક્લિક કરો

– ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ONLINE ADHAR SERVICES પેજ ખુલશે આ પેજમાં તમને INDIAN RESIDENT અને NON RESIDENT INDIAN એમ બે ઓપ્શન દેખાશે જેમાંથી એક પર ક્લિક કરીને તમારો રજીસ્ટર કરેલો મોબાઈલ નંબર એન્ટર કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો

– ત્યારબાદ SEND OTPનું ઓપ્શન દેખાશે જેવું તેના પર ક્લિક કરશો એટલે એક OTP આપના રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે

– OTP આપને ENTER OTPના કોલમાં એન્ટર કરી વેરીફાઈ કરી SUBMIT OTP &Proceed પર ક્લિક કરો.

– ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમાં NEW ENROLMENT અને UPDATE ADHAR આવશે

– જેમાં આધારકાર્ડનો ફોટો બદલવા માટે અપડેટ આધાર પર ક્લિક કરો.

– અહીં ક્લિક કર્યા બાદ ENTER DETAILS AS PER ADHAR પર તમારું નામ અને આધાર નંબર લખો. એના નીચેના ખાનામાં તમને પૂછવામાં આવશે What Do You Want To Update તમારે તમારા આધારમાં કઈ નામ જેન્ડર જન્મ તારીખ મોબાઈલ નંબર ઈ-મેલ આઈડી એડ્રસ કે બાયોમેટ્રીક નીચે જેવા અનેક ઓપ્શન આપવામાં આવેલા હશે.

– ફોટો બદલવા માટે તમારે બાયોમેટ્રીક પર ક્લિક કરવાનું રહેશે અને એ પછી પ્રોસેસ પર ક્લિક કરી ok પર ક્લિક કરશો એટલે તમારી પૂરી માહિતિ તમારી સામે સ્ક્રીન પર દેખાશે અને નીચે સાઈડમાં SAVE & PROCEED પર ક્લિક કરવાનું રહેશે તેમાં તમારે SUBMIT પર ક્લિક કરવાનું રહેશે

– YOUR APPLICATION HAS BEEN SUBMITTED પેજમાં તમારું ID બતાવવામાં આવશે જે તમારે તમારા નજીકના આધારકાર્ડ સેન્ટર પર લઈ જવાનું રહેશે અને ત્યાં તમારે ચાર્જીસ ચૂકવાના રહેશે જેથી તમારા આધારકાર્ડમાં ફોટો બદલી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -