નવી દિલ્હીઃ એલન મસ્ક ટ્વીટરમાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. આ બદલાવ પછી આપણું ટિવટર બદલાઈ જશે… વાત જાણે એમ છે કે મસ્કે ટિવટરના યુઝર ઈન્ટરફેસ (યુઆઈ) બદલવાનો નિર્ણય લીધો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવા બદલાવ પછી યુઝર્સને વધુ સારો એક્સપિરિયન્સ મળશે.
આગામી કેટલાક દિવસોમાં યુઝર્સ આ નવા નવા બદલાવોનો અનુભવ લઈ શકશે. કંપની યુઝર્સને રેકમન્ડેડ અને ફોલો ટિવટ્ વચ્ચે સ્વાઈપ કરવાનો નવો ઓપ્શન આપશે. આ નવા ઓપ્શનને કારણે યુઝર ખૂબ જ સરળતાથી ડાબે કે જમણે સ્વાઈપ કરીને રેકમન્ડેડ અને ફોલો ટ્વીટ વચ્ચે સ્વીચ કરી શકશે. આ અઠવાડિયાના અંત સુધીમાં આ નવી ડિઝાઈનને લોન્ચ કરવામાં આવશે. જોકે, હજી સુધી એ વાત જાણી નથી શકાઈ કે આ નવો ચેન્જ ટાર્ગેટેડ યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવશે, કે બધા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે, જેને બધા એક સાથે યુઝ કરી શકશે.
આ સિવાય મસ્કે લોન્ગ ફોર્મ ટ્વીટ અંગે પણ જાહેરાત કરી છે, જેને ફે્બ્રુઆરીના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં ટિવટ્રર યુઝર્સને બે અલગ અલગ ફોર્મમાં ટ્વીટ જોવાનો ઓપ્શન આપે છે. જો કોઈ યુઝર હોમપેજના જમણી બાજુના સ્ટાર બટન પર ક્લિક કરે છે તો પ્લેટફોર્મ ફોર યુનો નવો ઓપ્શન જોવા મળે છે. ફોર યુવાળા ઓપ્શનમાં યુઝર્સને તેમના માટે રેકમન્ડેડ હોય એવા ટિવટ્સ દેખાડવામાં આવે છે, જ્યારે લેટેસ્ટમાં તમે ફોલો કરી રહ્યા હોવ એવા એકાઉન્ટ્સના લેટેસ્ટ ટિવટ દેખાડવામાં આવે છે.