ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિનો મહિમા સમજ્યા.
હવે ભક્તની એક વિશિષ્ટ સમજણનાં દર્શન ગીતા કરાવે છે, તેને જાણીએ.
અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ પરમાત્માના વિશ્ર્વસ્વરૂપનાં દર્શનની ઇચ્છા વ્યક્ત કરે છે, તો બીજી બાજુ અર્જુનને શ્રીકૃષ્ણના અનંત ઐશ્ર્વર્યનું ભાન પણ છે. તેને પોતાના અને શ્રીકૃષ્ણના સામર્થ્ય વચ્ચે રહેલો ભેદ સમજાય છે. એટલે હવે એક ભક્તે કેળવવાની સમજણને ચરિતાર્થ કરતાં તે ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે…
પધ્રલજ્ઞ ્રૂરુડ ટખ્રગ્રુર્રૂૈ પ્રૂળ ત્શ્ર્ૂરુપરુટ પ્ધળજ્ઞ
્રૂળજ્ઞઉંજ્ઞહ્મમફ ટટળજ્ઞ પજ્ઞ ટ્ટર્મૈ ડયૃ્રૂળજટ્ટપળણબ્વ્ર્રૂપ્ર ॥ ૧૧-૪॥
અર્થાત “હે પ્રભુ! તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય એમ આપ માનતા હો, તો હે યોગેશ્ર્વર! તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.
અહીં અર્જુન ભગવાન પાસે પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે પણ કોઈ તકાજો કે જોહુકમી વગર! અને આ જ તો સાચા ભક્તનું લક્ષણ છે કે તે જ્યારે ભગવાન પાસે કંઈ પણ માગે છે ત્યારે એક નિવેદન હંમેશાં મૂકે છે કે “જો આપને યોગ્ય લાગે તો.
અનંતકોટી બ્રહ્માંડને ઉત્ત્પન્ન કરનાર, પોષનાર અને તેનો નાશ કરનાર પરમાત્માનું દિવ્યદર્શન એ કોઈ સામાન્ય ઘટના નથી. વસ્તુત: તે અતિ દુર્લભ પ્રાપ્તિ છે.
મનુષ્ય પોતાની સાધનાના
બળ પર અનેક સિદ્ધિઓ મેળવી શકે છે પણ આ કંઈક જુદી પ્રાપ્તિ છે જે ભગવત કૃપા વગર શક્ય નથી. અને પરમાત્માની કૃપા માગવાથી મળતી પણ નથી. આ આત્યંતિક કૃપા માટે તો પાત્રતા કેળવવી પડે.
જેમ સિંહણના દૂધને ભરવા માટે સુવર્ણનું પાત્ર જોઈએ તેમ પરમાત્માની આ આત્યંતિક કૃપા માટે પણ પાત્રતા કેળવવી પડે છે. અને આ પાત્રતા એટલે અતિનમ્રતા! દાસભાવ! ભક્તિનાં આ આભૂષણો છે. મનુષ્યને જ્યારે પરમાત્માની મોટાઈ અને પોતાની પામરતાનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે અતિ નમ્ર બને છે. સાથે સાથે એ પણ સત્ય છે કે જે અત્યંત નમ્ર બની દાસભાવે પરમાત્માને ભજે છે તેને જ ભગવાનના સત્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે. સંપૂર્ણ સમર્પણ અને દાસભાવ જ પરમાત્માને રીઝવવા માટે અનિવાર્ય છે. ભક્તની નમ્રતા જ તેની યોગ્યતાની દ્યોતક છે અને એમ પણ ભગવાન ક્રિયાસાધ્ય નથી પણ કૃપાસાધ્ય છે.
એક ઉક્તિ છે “ઋશતિિં મયતયદિય, વિંયક્ષ મયતશયિ અર્થાત પ્રથમ પાત્રતા કેળવો પછી ઇચ્છા કરો. જેમ બગલાને મોતીચારો કોઈ ખપનો નથી, કારણ કે પચાવી શકે તેવો તે બન્યો જ નથી. તેવી રીતે ભગવદ્ કૃપા પાત્રતા વગર મળતી નથી.
અર્જુન અને પાંડવોના જીવનનો વિચાર કરીએ તો તેમના જીવનમાં આપણે જેને સુખ કહીએ છીએ તેવી ક્ષણો કેટલી? જીવનભર કપટ અને અન્યાયનો ભોગ બનતા રહ્યા, વનવાસ મળ્યો, યુદ્ધમાં પોતાના સર્વે પુત્રો ગુમાવ્યા અને તે પણ ભગવાન શ્રીકૃષ્ણના સાથે હોવા છતાં! પરંતુ ક્યારેય અર્જુનને ભગવાન પ્રત્યે શંકા થઈ નથી કે તેને કોઈ પ્રશ્ર્ન કર્યો નથી.
સુખદાયક સ્થિતિ તો સૌ સ્વીકારે પણ ભગવાનને ભજવા છતાં જીવનમાં દુ:ખ આવે ત્યારે કોઈ પણ ફરિયાદ કર્યા વગર ભગવાનને સમર્પિત થઈ શકે ત્યારે ભક્તની પાત્રતા ઘડાય છે. ભગવાનની કૃપાના પાત્ર બનવું એટલે શું? સંશય રહિત આત્મસમર્પણ અને સંપૂર્ણ દાસભાવ. હા, ગુણાતીત ગુરુના વચનમાં અતૂટ વિશ્ર્વાસ રાખી જ્યારે દાસભાવે પુરુષ પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ગુરુ જ ભક્તનું ઘડતર કરી તેને ભગવાનની કૃપા મેળવવાને પાત્ર બનાવે છે.
પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ પ.પૂ. યોગીજી મહારાજ યુવાન ભક્તોમાં સંયમ દૃઢ કરાવવા તેઓને નિર્જળ ઉપવાસ કરવાની આજ્ઞા કરતા. એવી જ રીતે એક વખત યોગીજી મહારાજે વિનુભાઈને નિર્જળ ઉપવાસ કરવાની આજ્ઞા કરી. તેમની આજ્ઞા પ્રમાણે તેમણે ઉપવાસ કર્યો અને બીજે દિવસે સવારે પારણાં કરતાં પહેલાં યોગીજી મહારાજનાં દર્શન કરવા ગયા. જેવા વિનુ ભગત પગે લાગ્યા કે યોગીજી મહારાજે તેમને બીજા દિવસે પણ નિર્જળ ઉપવાસ કરવાની આજ્ઞા કરી. ત્રીજા દિવસે પણ સવારે જ્યારે દર્શન કરવા ગયા તો ફરીથી એ જ આજ્ઞા કરી. આવી રીતે વિનુભાઈએ પાંચ દિવસ સળંગ નિર્જળ ઉપવાસ કર્યા અને તે પણ એટલા જ ઉત્સાહ સાથે અને કોઇ જાતની શંકા કે પ્રશ્ર્ન કર્યા વગર. છઠ્ઠા દિવસે યોગીજી મહારાજે ખૂબ રાજી થઈ તેમને પોતાના હાથે લીંબુ શરબત પાઈને પારણા કરાવ્યા. મનમાં કોઈ સંશય લાવ્યા વગર વિનમ્રતાપૂર્વક દાસભાવે ગુરુની આજ્ઞા પાળનાર આ વિનુભાઈ એટલે બીજું કોઈ નહીં પણ બીએપીએસ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ!