નવી દિલ્હીઃ દિલ્હીમાં જાહેર જનતાને આપવામાં આવતી વીજ સબ્સિડીને યથાવત રાખવાનો કેજરીવાલની સરકારે નિર્ણય લેવામાં આવ્યો છે, જે રાહતની બાબત છે. બીજી બાજુ દિલ્હીમાં યમુના નદીના પાણીમાં એમોનિયાનું સ્તર વધ્યું હોવાને કારણે પર્યાપ્ત પાણીના પુરવઠામાં અવરોધ થઈ શકે છે. વધતા પ્રદૂષણને કારણે વિવિધ બીમારીના પ્રમાણમાં વધારો થઈ શકે એવું પણ જણાવ્યું હતું. વીજ સબ્સિડીના પ્રસ્તાવને ફરી પાસ કરવામાં આવ્યો હતો.
અલબત્ત, દિલ્હીમાં 200 યુનિટ સુધીની વીજળી લોકોને મફતમાં આપવામાં આવશે. સરકારે કહ્યું હતું કે 200થી 400 યુનિટ સુધીની વીજળીના વપરાશમાં પણ પચાસ ટકા સુધીની રાહત આપવામાં આવશે, જ્યારે ખેડૂતોને પણ મફતમાં વીજળી આપવાનું પણ ચાલુ રહેશે, એમ સત્તાવાર જણાવ્યું હતું.
દિલ્હીના વજીરાબાદ બેરેજ નજીક યમુના નદીમાં એમોનિયાનું પ્રમાણ 8 પીપીએમ છે. દર વર્ષે યમુના નદીમાં એમોનિયાનું સ્તર વધતું હોવાને કારણે અહીંના વિસ્તારોમાં જળસંકટ ઊભું થાય છે. દિલ્હી જળ બોર્ડની પાસે 0.9 પીપીએમ સુધી પાણી સાફ કરવાની ક્ષમતા છે. ગયા મહિના દરિમયાન 28મી માર્ચે યમુના નદીમાં એમોનિયાનું સ્તર 6.8 પીપીએમ હતું, જે હવે વધીને આઠ થયું છે. એમોનિયાનું સ્તર કયારેય આટલું જોવા મળ્યું નથી, તેથી આગામી દિવસોમાં પાણી પુરવઠામાં અવરોધ ઊભો થશે. એમોનિયામાં વધારો થવાને કારણે બીમારીમાં પણ વધારો થઈ શકે છે, જેમાં નાગરિકોને પેટમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ચાલવામાં પણ મુશ્કેલી પડી શકે છે. એમોનિયાથી કેન્સર થતું નથી, પરંતુ અન્ય બીમારીનું પ્રમાણ વધી શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
દિલ્હીના વીજ ખાતાના પ્રધાન આતિશીએ દાવો કરતા કહ્યું હતું કે દિલ્હીમાં કેટલાક દિવસોષી ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે. અમુક લોકો આ સબ્સિડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રધાને દાવો કર્યો હતો કે વીજ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે ભાજપના નેતા એલજી ઓફિસમાં બેસે છે, જ્યાં અધિકારીઓને બોલાવવામાં આવે છે અને કોઈ પણ પ્રકારે વીજળીની સબ્સિડીને રોકવામાં આવે એના માટે દબાણ કરવામાં આવે છે. પ્રધાને કહ્યું હતું કે અહીં પ્રજાને આપવામાં આવતી સબ્સિડીને રોકવાનો પ્રયાસ કરાય છે. તમામ પ્રકારના ષડયંત્રોની વચ્ચે પણ અરવિંદ કેજરીવાલની સરકાર આગામી વર્ષે પણ વીજળીની સબ્સિડી આપવાનો નિર્ણય લીધો છે. દિલ્હીવાસીઓને ફક્ત 24 કલાક મફત વીજળી મળશે નહીં, આગામી વર્ષે પણ આ વીજરાહત ચાલુ રહેશે. અલબત્ત, ડોમેસ્ટિક વપરાશકારોને 200 યુનિટ સુધી વીજળી મફત મળશે, જ્યારે 200થી 400 યુનિટ સુધીના વીજ વપરાશમાં પચાસ ટકા સબ્સિડી મળવાનું ચાલુ રહેશે. આ ઉપરાંત, ખેડૂતો-વકીલો અને 1984ના રમખાણપીડિતોને પહેલા જેમ વીજ સબ્સિડી મળતી હતી એમ જ આ વર્ષે પણ મળશે, એવું સત્તાવાર જણાવ્યું હતું.