(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રે રોડમાં આવેલી ‘હિંદુ વૈંકુઠધામ’ સ્મશાનભૂમિમાં ઈલેક્ટ્રિક ભઠ્ઠીનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી આ સમારકામને પગલે અઠવાડિયા માટે તેને બંધ રાખવામાં આવવાની છે.પાલિકાના ‘ઈ ’ વોર્ડના જણાવ્યા મુજબ રે રોડમાં આવેલા સ્મશાનભૂમિમાં વિદ્યુત ભઠ્ઠીનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી તેને ૧૦ મે સુધી બંધ રાખવામાં આવવાનું છે. અહીં ઈલેક્ટ્રિક ભઠ્ઠી બંધ રહેશે, પરંતુ પારંપારિક રીતે અહીં મૃતદેહના અંતિમસંસ્કાર કરી શકાશે. આ દરમિયાન નાગરિકો નજીકમાં આવેલા ચંદનવાડી તથા વરલીમાં આવેલા ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિનો ઉપયોગ કરી શકશે.