મુંબઈઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યા પછી રાહુલ ગાંધીએ તેના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સમાં વીર સાવરકર અંગે નિવેદન કરીને નવો વિવાદ ઊભો કર્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે વિરોધ થઈ રહ્યો છે. રવિવારે શિવસેનાએ તેના અંગે સ્પષ્ટતા કર્યા પછી સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ રાહુલના નિવેદનને વખોડી નાખ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધીની ટીકા કરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાહુલ ગાંધીની ઔકાત નથી કે તે સાવરકર બની શકે છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સ્વાતંત્ર્ય વીર સાવરકરનું વારંવાર અપમાન રાહુલ ગાંધી કરે છે અને તેની જેટલી ટીકા કરવામાં આવે એટલી ઓછી છે. સ્વતંત્ર વીર સાવરકરે દેશની આઝાદી માટે જે બલિદાન આપ્યું હતું તે બધાને ખબર છે અને વારંવાર અપમાન કરવાનું કામ રાહુલ ગાંધી કરે છે.
અહીં આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે વીર સાવરકરને લઈ રાહુલ ગાંધી વારંવાર અપમાન કરે છે તેમનો જેટલો વિરોધ કરવો એ ઓછો છે. જોકે, શિંદેએ કહ્યું હતું કે વીર સાવરકરના કારણે દેશને આઝાદી મળી હતી અને જેમના કારણે દેશને આઝાદી મળી તે દેશભક્તો વિશે આવા નિવેદનો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીનો દરજ્જો નથી કે તેઓ સાવરકર બની શકે. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના શિંદેએ કહ્યું હતું કે સાવરકરનું અપમાન કરનારા રાહુલ ગાંધીના સમર્થનમાં વિધાનસભામાં આંદોલન કરી રહ્યા હતા. માલેગાંવમાં ઉદ્ધવ ઠાકરેએ રાહુલના નિવેદનની ટીકા કરવાના નિવેદન મુદ્દે શિંદેએ કહ્યું હતું કે તેઓ દેખાડો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બાળઠાકરેએ મણિશંકર અય્યરના ફોટોને જૂતા માર્યા હતા તો શું ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીના ફોટોને જુતા મારવાની કોશિશ કરી શકશે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રા કાઢવામાં આવશે.
Eknath Shinde On Rahul Gandhi | सावरकर होण्याची तुमची लायकीही नाही, देशाची निंदा करणारे देशद्रोही!#eknathshinde #devendrafadnavis #sanjayraut #Samana #rahulgandhi #NewsStateMarathi #maharashtranews #PoliticalNews #NewsNationMarathi #NewsStateMaharashtraGoa pic.twitter.com/WJmRv0k4N4
— News State Maharashtra Goa (@NSMaharashtra) March 27, 2023